ગુજરાત
News of Tuesday, 10th December 2019

ડેન્ગ્યુના છેલ્લા અઠવાડિયામાં અમદાવાદમાં 96 કેસ નોંધાયા

અમદાવાદ:  શહેરમાં છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યૂના એકસામટા ૯૬ કેસો મ્યુનિ.હોસ્પિટલોમાં નોંધાયા છે.જેમાં તેઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.  તેને જોતા ખાનગી દવાખાનાઓનો આંકડો અનેકગણો વધુ હોવાની સંભાવના છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં ડેન્ગ્યૂનો રોગચાળો ઓછો થતો હોય છે. જ્યારે વર્ષે તેનાથી ઉલટું ડેન્ગ્યૂના કેસો વધી રહ્યા છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે.  જેના  એક અઠવાડિયામાં ૨૩૧ કેસો નોંધાયા છે.  જે ઉભરાતી ગટરો અને દુષિત પાણીની મહેરબાની છે.ચાલુ મહિનામાં તા.ડિસેમ્બર સુધીમાં સાદા મલેરિયાના ૨૮, ઝેરી મલેરિયાના ૧૦ , ડેન્ગ્યૂના ૯૬ અને ચિકનગુનિયાના કેસોમાં દર્દીઓ મ્યુનિ.હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. મચ્છરજન્ય રોગચાળો શહેરમાં વકરી રહ્યો છે. જેને કાબૂમાં લેવામાં મ્યુનિ.તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. જેના પરિણામે સામાન્ય નાગરિકોએ ભોગવવાનો વારો આવ્યો છે.મચ્છરોનો રોગચાળો અટકાવવા માટેની સલાહ-સુચના આપીને જ  મ્યુનિ.તંત્ર સંતોષ માને છે. પરંતુ તે દિશામાં વાસ્તિવક કામ કરવાની દાનત  દેખાઇ રહી નથી. જે કામ થઇ રહ્યું છે. તેમાંય વેઠ ઉતારાતી હોવાની સ્થિતિમાં મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં આવી રહ્યો હોવાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યા છે.તા.ડિસેમ્બર સુધીના અઠવાડિયામાં ઝાડા-ઉલટીના ૧૧૨, કમળાના ૪૦, ટાઇફોઇડના ૭૯ કેસો નોંધાયા છે.  શહેરમાં હાલમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ઉભરાતી ગટરો અને દુષિત પાણીની સમસ્યા સામે લોકો ઝઝૂમી રહ્યા છે.  ટાઇફોઇડનો રોગચાળો આના કારણે વકરી રહ્યો છે. જે કાબૂમાં આવી રહ્યો નથી.આરોગ્ય સેવાઓ પાછળ કરોડો રૂપિયાના બજેટ મ્યુનિ.તંત્ર દ્વારા ફાળવાય છે. તે જોતા એવુ લાગતું હોય છે કે હવે તો શહેરની તમામ સમસ્યાઓ ઉકેલાઇ જશે. પરંતુ વાસ્તવિકતા છેકે બજેટની જોગવાઇઓ દિવા સ્વપ્ન સમાન પુરવાર થઇ રહી છે. જે કદી વાસ્તવિક રૂપ ધારણ કરતી નથી. પરિણામે શહેરીજનોએ શોષાવાનું આવી રહ્યું છે.

(4:56 pm IST)