ગુજરાત
News of Tuesday, 10th December 2019

દારૂ બંધી છતાં....ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 252 કરોડનો દારૂ ઝડપાયો

અમદાવાદ: એક બાજુ,મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પણ બીજી તરફ, ખુદ સરકારે વાત કબૂલી છેકે, છેલ્લા બે વર્ષમાં રૂા.252 કરોડનો દેશી-વિદેશી દારૂ પકડાયો છે. પરથી દારૂબંધી સામે સવાલો ઉઠયાં છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ખુદ રાજ્ય ગૃહવિભાગે આંકડા રજૂ કરતાં પોલીસની પોલ ઉઘાડી પડીગઇ છે. સરકારના આંકડા પર વાત ફલિત થઇ છેકે, દારૂબંદી માત્ર કાગળ પર કડકપણે અમલમાં છે. વાસ્તવમાં દારૂની રેલમછેલ ઉડી રહી છે તેવો કોંગ્રેસનો આરોપ છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ સરકારને ઘેરવા રણનીતિ ઘડી છે. ત્રણ દિવસીય ટૂંકા સત્રમાં કોંગ્રેસે અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવી ભાજપ સરકારને વિવિધ મુદદે ઘેરવા આયોજન ઘડયુ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં ખુદ સરકારે ગૃહમાં આંકડા રજૂ કર્યાં કે, છેલ્લા બે વર્ષમાં આખાય રાજ્યમાંથી 1858217 લિટર દેશી દારૂ પકડાયો હતો. જયારે સમયગાળા દરમિયાન, 1701038 બિયરની બોટલો, 13801558 વિદેશી દારૂની બોટલો પકડાઇ હતી. દેશી દારૂ, બિયર અને વિદેશી દારૂની કુલ કિંમત રૂા.252,32,52,714 થવા જાય છે. ઉપરાંત 11831 કિલો ગાંજો,3226 કિલો અફીણ,69 કિલો ચરસ અને 1808 કિલો પોશના ડોડા પકડાયાં હતાં. બધાય નશીલા પદાર્થોની  કુલ કિંમત રૂા.16,24,88,730 થવા જાય છે અમદાવાદ, સુરત, જૂનાગઢ, રાજકોટ, વડોદરા અને બનાસકાંઠામાં થી સૌથી વધુ દારૂ,બિયર અને નશીલા પદાર્થો પકડાયાં છે. કોંગ્રેસનો આક્ષેપ છેકે, દારૂબંધી માત્ર નામ પુરતી છે. વાસ્તવમાંભાજપના શાસનમાં બુટલેગરોને ખુલ્લો દોર અપાયો છે. બુટલેગરો સાથે પોલીસની ભાઇબંધીને કારણે બિન્દાસ રીતે દારૂ-નશીલા પદાર્થો વેચાઇ રહ્યંા છે અને લોકો દારૂના બંધાણી બની રહ્યાં છે. સરકારની એવી દલીલ છેકે, દારૂ સહિતના નશીલા પદાર્થો પોલીસની સતર્કતાને કારણે પકડાઇ રહ્યાં છે. એટલુ નહીં, બુટલેગરો સામે કડક કાર્યવાહી થઇ રહી છે. દારૂનુ વેચાણ થાય તો જે તે વિસ્તારના પોલીસ અિધકારીઓને જવાબદાર ગણીને પગલાં લેવાઇ રહ્યાં છે.

(4:56 pm IST)