ગુજરાત
News of Tuesday, 10th December 2019

અમદાવાદ એરપોર્ટની ફેન્સિંગ તારમાં હળવો વીજ કરંટ છતા વાંદરા ઘુસી ગયા : મોટા અકસ્માતનો ભય

ગઇકાલે વાંદરાનું ટોળુ ઘુસી જતા જેટની ફલાઇટને રોકી દેવી પડી

અમદાવાદ, તા. ૧૦: અમદાવાદ એરપોર્ટનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) હેઠળ ખાનગીકરણ થઇ ગયુ છે અદાણી આગામી સમયમાં એરપોર્ટને હસ્તગ્રત કરી લેશે ત્યારે હાલમાં એરપોર્ટ રામભરોસે હોય તેમ ઓથોરિટીને જાણે કોઇ રસ ન હોય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. અમદાવાદ એરપોર્ટના રન-વે પર ફરીથી વાંદરાઓનું ટોળું આવી જતા ફલાઇટોને થોડી મિનિટ માટે રૂકાવટ કરવી પડી હતી. આમ એરપોર્ટના રન-વે પર વાંદરાઓની દ્યૂસણખોરીનો સીલસીલો યથાવત રહ્યો છે. આ મુદે ઓથોરિટી ગંભીરતાથી નહીં લે તો ગમે ત્યારે ફલાઇટોને મોટો અકસ્માત થઇ શકે છે.

અમદાવાદ એરપોર્ટના રન-વે પર બપોરના સમયે વાંદરાઓનું ટોળુ આવી ચડ્યું હતુ જેના કારણે લેન્ડ થઇ ને પાર્કીંગ બે તરફ જઇ રહેલી ટ્રુ જેટની ફલાઇટ થોભવુ પડ્યુ હતું. આ ફલાઇટની પાછળ ઇન્ડિગોની પણ ફલાઇટ હતી. અંદાજે ૨૫ જેટલા વાંદરાઓનું ટોળું મેદ્યાણીનગર તરફ આવેલી અમદાવાદ એરોનોટિકસની ઓફિસ બાજુથી રન-વે પરથી પસાર થઇ સરદારનગર તરફ ગયા હતા. થોડા વખત પહેલા એરપોર્ટ પર વાંદરાઓની દ્યુસણખોરીને લઇ ઓથોરિટીની ઉંદ્ય હરામ થઇ જતા તાકીદે રન-વેની આસપાસ લોકેશન ટ્રેસ કરી દિવાલ પર હળવો કરંટ વહેતો કર્યો હતો. જેથી દિવાલ કૂદીને આવતા વાંદરાઓ અડકતાની સાથે જ ઝાટકો લાગતા રન-વે પર આવે નહી.

મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટનો રન-વે સાડા ત્રણ કિ.મી લાંબો છે. જયાં ઓથોરિટીએ કરોડોના ખર્ચે તબક્કાવાર રન-વેની આસપાસની બંને દિવાલો પર છેક સુધી કાંટાની તારની ફ્રેન્સીંગ કરી હળવો કરંટ વહેતો કર્યો હતો, આમ ઓથોરિટીએ અંદાજે નવ કિ.મી સુધી ફ્રેન્સીંગ કરેલું છે જેથી વાંદરાઓ પ્રવેશ કરે નહીં. સુત્રો જણાવી રહ્યા છે કે પહેલા કેન્ટોન્મેન્ટ બાજુથી વાંદરાઓ આવતા હતા હવે રન-વે પર દ્યુસણખોરી કરવાનો રૂટ બદલ્યો હોય તેમ મેદ્યાણીનગરથી પ્રવેશ કરી રહ્યા છે જો દિવાલો પર કરંટ હોય તો રન-વે પર આવવું મુશ્કેલ છે.

એરપોર્ટના ઉચ્ચ સત્ત્।ાધીશોના જણાવ્યા મુજબ વાંદરાઓને અટકાવવા માટે ઓથોરિટી પાસે કાયમી ઉકેલ નથી કારણ એ છે કે મેદ્યાણીનગર પાસે આવેલા અમુક મકાનો એવા છે જે રન-વેના દિવાલની એકદમ નજીક છે દિવાલ પર કરંટ છે પરંતુ વાંદરાઓ ધાબા પરથી કૂદીને આવી જાય છે. આ જગ્યા પરથી વાંદરાઓને અટકાવવા માટે ઓથોરિટી પાસે ઉકેલ ન હોવાથી ચિંતીત છે.

(3:52 pm IST)