ગુજરાત
News of Tuesday, 10th December 2019

પરીક્ષા જ નથી આપી એને નોટીસ ? ગૌણ સેવા મંડળ તમામ કેન્દ્રોના CCTV ચકાસશે

ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠેલા એક વિદ્યાર્થીની તબિયત બગડી

ગાંધીનગરમાં ભરતી પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓનું એક જુથ ઉપવાસ કરી રહ્યું છે. એક વિદ્યાર્થી (ચિંતન) ની તબિયત લથડતા તેન ેહોસ્પિટલે ખસેડાયો છે.

ગાંધીનગર તા. ૧૦ : બિનસચિવલય કલાર્કની પરીક્ષાનો વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ બાદ સરકાર જાગી પરીક્ષામાં ગેરરીતિ થયેલ તમામ સેન્ટરોના સીસીટીવી ચકાસવામાં ગૌણ સેવા કાર્યરત થયું છે. સીસીટીવી કુટેજમાં જે લોકો ગેરરીતિ કરતા દેખાયા તેમને ગાંધીનગરનું તેડું ગેરરીતિ કરનારાઓને ખુલાસા માટે ગાંધીનગર બોલાવાયાછે.

ગૌણ સેવા પસંદગી મંડળે ઉતાવળે આંબા પકવવામાં એવા લોકોને નોટીસો મોકલી જેઓએ પરીક્ષા જ નથી આપી નોટીસમાં મુકાઇ છે. જેઓ ખુલાસો કરવા હાજર નહી થાય તેમને આપોઆપ ગુનેગાર ગણી તેમની સામે ફોજદારી કાર્યવાહી કરાશે તેમ જણાવાયું છે. આવતીકાલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા વિધાનસભા ગૃહમાં આ મુદ્દે કરી શકે છે જાહેરાત જેઓ રજુઆત માટે નથી આવ્યા તેમની સામે ફોજદારી કાર્યવાહીથી લઇને આજીવન સરકારી પરીક્ષા નહિ આપવા સુધીની કાર્યવાહીની કરી શકે છે જાહેરાત પાડાના વાંકે પખાલી યે દંડાશે. ગેરરીતિ આચરનારા સહિત જેઓને ખોટી નોટીસો મળી છે. તેઓ વગર વાંકે દંડાશે તેમ ચર્ચાઇ રહ્યું છે.

(3:51 pm IST)