ગુજરાત
News of Tuesday, 10th December 2019

ગિરમાં ૩૪ સિંહો રોગથી મરણને શરણ

સીડીવી વાઇરસ જીવલેણઃ વન વિભાગ દ્વારા બચાવની કામગીરીઃ ગૃહમાં જવાબ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦ : ગિરમા ર૦૧૮ ના વર્ષમાંં રોગચાળાથી સિંહોના મૃત્યુ થતા કોંગીના સભ્ય વિક્રમ માડમે પ્રશ્ન પુછતા વિધાનસભામાં વનમંત્રીએ જવાબ આપ્યો હતો. વનમંત્રીએ કહ્યું કે વર્ષ- ર૦૧૮માં સી. ડી.વી.વાયરસ તથા બબેસીયા, સ્ટ્રેપ્ટોકોકસ બેકટેરીયા, ગ્રામ નેગેટીવ બેસીલાઇ જેવા રોગોના કારણે ૩૪ સિંહોના મૃત્યુ થયેલ હતા. સિંહોના મૃત્યુ અટકાવવા મુખ્યત્વે નીચેની વિગતે પગલાઓ લેવામાં આવેલ છે. ગીર પૂર્વ વન વિભાગ, ધારી હેઠળના સરસીયા વીડી વિસ્તારમાંથી સિંહોને રસકયું કરી જસાધાર રેસકયું કરી જસાધાર રેસકયુ સેન્ટર ખાતે રાખી સારવાર આપવામાં આવી હતી. વન વિભાગ દ્વારા તા.ર૪ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર-ર૦૧૮ દરમિયાન ગીર અને તેના આસપાસના સિંહની અવર જવર વાળા વિસ્તારોનું ૧૪૦ ટીમો(પપ૦ કર્મચારીઓ) બનાવી અંદાજે ૩ર૦૦ ચોરસ કીલોમીટર વિસ્તારનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું આ સ્ક્રિનીંગ દરમ્યાન સરસીયા વીડી સિવાયના અન્ય કોઇપણ વિસ્તારમાં સરખા પ્રકારના રોગોના લક્ષણો જોવા મળેલ છે. ગુજરાતના નિષ્ણાંત અને અનુભવી વેટરનરી ડોકટરોને બોલાવી તેમનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.

(3:43 pm IST)