ગુજરાત
News of Tuesday, 10th December 2019

અમદાવાદમાં રીઢો રીક્ષા ચોર ઉંમર મેડીવાલા ઝડપાયો : માત્ર બેટરી અને સીએનજી વાલ્વ માટે સાત મહિનામાં ૭૫ રીક્ષા ચોરી

બિનવારસી મૂકી દીધેલી ૧૦ રિક્ષાઓની સાથે બેટરીઓ અને સીએનજી કિટના વાલ્વ કબજે

અમદાવાદમાં રીઢો રીક્ષા ચોર ઝડપાયો છે જેણે છેલ્લા સાત મહિનામાં ૭૫ જેટલી રીક્ષા ચોરી કરી હોવાનું ખુલ્યું છે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરે ક્રાઈમ બ્રાંચને આરોપીઓ સુધી પહોંચવા ખાસ સૂચના આપી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી હતી.

ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ઉમર મેડીવાલાની જમાલપુરના મુન્ડા દરવાજા પાસે આવેલા ટેલિફોન એક્ષચેન્જ પાસેથી ધરપકડી પાડ્યો હતો. ઉમર પાસેથી એક ચોરીની રિક્ષા પણ કબ્જે કરી હતી.

પોલીસે આરોપીની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આરોપીએ છેલ્લા સાત મહિનામાં અમદાવાદ શહેરમાં ૭૫થી વધુ રિક્ષાઓની ચોરી કરી છે. ચોરાયેલી રિક્ષાઓમાંથી પોલીસે બિનવારસી હાલતમાં મૂકી દીધેલી ૧૦ જેટલી રિક્ષાઓની સાથે રિક્ષાની બેટરીઓ અને સીએનજી કિટના વાલ્વ પણ કબજે કર્યાં છે.

પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપીએ સરકારી હોસ્પિટલ, અલગ-અલગ કોર્ટ, લાલ દરવાજા તેમજ મંદિરોની બહારથી રિક્ષાઓની ચોરી કરતો હતો. નવાની વાત એ છે કે આરોપી માત્ર બેટરીઓ અને સીએનજી વાલ્વ માટે રિક્ષાઓની ચોરી કરતો હતો.

(11:58 am IST)