ગુજરાત
News of Tuesday, 10th December 2019

સ્વનિર્ભર ટેકનીકલ કોલેજોને પ ટકા ફી વધારાની છુટ : દંડની રકમ અઢી ગણી

વધાનસભામાં શિક્ષણ સુધારણા વિદ્યક

અમદાવાદ તા ૧૦  :  વિધષનસભામા૦ આજે ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રજેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત સુધારા વિધેયક રજુથયું હતું. આ વિધેયકને મંજુરી મળ્યા બાદ સ્વનિર્ભર કોલેજોને ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે પાંચ ટકા ફી વધારો કરવો હશે કે ઘટાડો કરવો હશે તો એફઆરસી પાસે જવાની જરૂર રહેશે નહીં. વિધેયક મંજૂર થયા બાદ અને જાહેરનામુ પ્રસિધ્ધ થયેથી આ જોગવાઇ અમલી બનશે.

સ્વનિર્ભર વ્યાવસાયિક શૈક્ષણિક કોલેજ અથવા સંસ્થા ત્રણ વષઁર્ સુધીના ફી બ્લોક માટે ફીમાં, હયાત ફીના પાંચ ટકા સુધીનો વધારો કરી શકશે અથવા હયાત ફી માં કોઇ ઘટાડો કરી શકશે. કોલેજ કે યુનિવર્સિટીએ એફઆરસીને માત્ર અંડરટેકિંગ અને એફીડેવીટ આપવાના રહેશે. એફ.આર.સી. કોલેજોની મહત્તમ ફી નક્કી કરી આપે છે. પરંતુ કોલેજ ઘણા કોર્સ ચલાવતી હોયછે. તેમાં હવેપછીથી કોલેજ કોર્સ પ્રમાણે વધુ કે ઓછીફી વસુલ કરી શકશે. આજ સુધી કોલેજો કમ્પ્યુટર કે આઇ.ટી બ્રાંચની ફી વધુ વસુલ કરતી હતી.

એફઆરસી આજ સુધી નિયમોના ઉ?ોંઘન બદલ ૨૦ લાખનો દંડ કરતી હતી તેના બદલે દંંડની રકમ વધારીને પ૦ લાખ કરવામાં આવી છે. તેમજ રાજય સરકાર કે સબંધિત યુનિવર્સિટી જે શિક્ષાત્મક પગલાં લેતે અથવા બંનેની  શિક્ષા કરી શકશે.

(11:56 am IST)