ગુજરાત
News of Tuesday, 10th December 2019

વિશ્વના લોકતાંત્રિક દેશોમાં આપણું સંવિધાન વિશાળ મનવાળુ સૌને સમાન તક આપતું સૌથી વિસ્તૃત લેખિત વિશિષ્ટ બંધારણ છે: મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાન ગૃહમાં રજૂ કર્યો સંવિધાન દિવસ ઉજવણી નો પ્રસ્તાવ

 

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોમાં સૌથી વિસ્તૃત લેખિત અને સમયાનુકુલ પરિવર્તનશીલતાની વિશેષતા ધરાવતા આપણા સંવિધાને પોતાની આગવી વિશાળતા પ્રસ્થાપિત કરી છે. આપણું સંવિધાન વિશાળ મનવાળુ, સૌને સમાન તક સમાન હક આપતું બંધારણ છે

   વિજયભાઇ રૂપાણીએ ૧૪મી વિધાનસભાના પાંચમા સત્રના પ્રથમ દિવસે ગૃહના નેતા તરીકે ‘‘સંવિધાન દિવસ’’ની ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કરતાં મત દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ સંદર્ભમાં કહ્યું કે, તા. ર૬ જાન્યુઆરી-૧૯૫૦થી અમલમાં આવેલા આપણા દેશના  સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને સ્મરણાંજલિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૫થી દર વર્ષે તા. ર૬મી નવેમ્બરને ‘‘સંવિધાન દિવસ’’ તરીકે ઉજવવાનું જાહેર કરીને આપણા સંવિધાનને નવી ગરિમા બક્ષી છે.

 મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સંવિધાન લોકોનું, લોકો માટેનું, લોકો દ્વારા તેની સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને ધ્યાનમાં રાખીને સૌના હિતોનું, સૌ ધર્મોનું રક્ષણ થાય તેવા સર્વધર્મ, સમભાવ અને સમતા-સમરસતાના આધાર પર રચાયેલો એક મહત્વપૂર્ણ લેખિત દસ્તાવેજ છે.
તેમણે ઉમેર્યુ કે, આઝાદી મળ્યા બાદ દેશ આખો એક અને અખંડ રહે, રાષ્ટ્રની તાકાત-લોકશકિત-લોકહિત કયાંય નબળા પડે જીવંત રહે એવી ભાવના અને લોકોની આશા-અપેક્ષા-આંકાક્ષા પૂર્ણ થાય તેવા ઉદાત્ત ભાવથી આપણું બંધારણ ઘડાયું છે

  વિજયભાઇ રૂપાણીએ ભારતના સંવિધાનની વિશેષતાઓનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે, આપણા બંધારણનો મુખ્ય હાર્દ ‘‘વી પીપલ ઓફ ઇન્ડીયા –’’ એટલે કે અમે ભારતના લોકો છે.  હાર્દમાં ઇન્ડીયા મતલબ ભારત એવો ભાવનિહિત છે એટલે કાશ્મીર, POK ભારતના અંગ છે એવો સ્પષ્ટ ભાવ અભિપ્રેત છે. તેમણે સંવિધાન ધર્મ નિરપેક્ષતાને અનુમોદન આપતું બંધારણ છે તેનો ખાસ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દેશના ૧૩૦ કરોડ નાગરિકોને પોતપોતાના ધર્મપાલનનો અધિકાર છે

ભારતમાં રાષ્ટ્રપતિ સહિતના સંવૈધાનિક પદ પર કોઇ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમની વ્યકિત બેસી શકે છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સ્ત્રી-પુરૂષ, નાસ્તિક-આસ્તિક એવા કોઇ ભેદભાવ વિના સૌને ઉપાસના, પ્રાર્થના, ધર્મપાલનના અધિકાર આપણા ધર્મનિરપેક્ષ બંધારણે આપેલા છે

  સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના વીસ ટકા દેશોમાં ઓફિશીયલ રિલીજીયન એટલે કે સત્તાવાર ધર્મપાલન જાહેર થયેલું છે તે અંગે વોશિંગ્ટનની PEW રિસર્ચ સર્વેના આંકડાઓ ટાંકયા હતા

મુખ્યમંત્રીએ ભારતનું સંવિધાન સૌ ભારતીય એક સમાનની સુદ્રઢ ભાવના પ્રતિબિંબિત કરતું બંધારણ છે તેવો સ્પષ્ટ મત દર્શાવતાં કહ્યું કે, સ્ત્રી-પુરૂષ, શિક્ષિત-નિરક્ષર, ગરીબ-તવંગર સૌને જ્ઞાતિ, જાતિ, ધર્મ, પ્રાંત-પ્રદેશવાદથી ઉપર ઉઠીને એક રાષ્ટ્ર ભારતના નાગરિક તરીકેની ઓળખ આપતું બંધારણ છે તેમ પણ દ્રષ્ટાંત સહ જણાવ્યું હતું

તેમણે વાણી-વિચારની અભિવ્યકિતની સ્વતંત્રતા, નોકરી, વ્યવસાય ધંધા-રોજગારની સ્વતંત્રતા બંધારણના અનુચ્છેદ-૧૯ દ્વારા આપવામાં આવી છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, આઝાદી પછી આપણે સૌ વિચારોની-વાણીની સ્વતંત્ર અભિવ્યકિત ધરાવીએ છીયે તેના મૂળમાં આપણું સંવિધાન છે

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, સામ્રાજ્યવાદ, તાનાશાહી-સરમુખત્યાર શાહી સામે લોકશાહિ અને લોક અવાજ લોકમત સર્વોપરિ ગણતું આપણું બંધારણ અપિઝમેન્ટ ટુ નન જસ્ટીસ ટુ ઓલના સિદ્ધાંત સાથે સૌને સમાનતાના હક આપે છે. અને સમાનતાનો હક-અધિકાર વી આર ઇન્ડીયન્સ અમે ભારતીય વાત પ્રસ્થાપિત કરે છે

તેમણે સંવિધાનમાં નારીશકિતમહિલાઓને વિશેષ સન્માન, શોષણમુકત, સમતાયુકત સમાજ, નો- ડબલ સિટીઝનશીપ અને નારી તું નારાયણીના ભાવ સાથે નારી-સ્ત્રી હક્કોના રક્ષણની હિમાયત આપણા બંધારણે સુનિશ્ચિત કરી છે તેની પણ છણાવટ કરી હતી. ત્રિપલ તલાક બિલ પાસ કરીને નારી સન્માન, વ્યકિતના વાણી-વર્તન સ્વાતંત્ર્યના અધિકાર પર તરાપ સામે હેબિયસ કોર્પસ જેવા અનેકાનેક ઉદાહરણો સંવિધાનની વિશેષતા વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ આપ્યા હતા

મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણા દેશમાં, CAG, સર્વોચ્ચ અદાલત, લોકપાલ, લોકાયુકત, ચૂંટણી પંચ બધી વ્યવસ્થાઓ લોકશાહિના જતનની સ્વતંત્ર વ્યવસ્થાઓ છે તે પણ બંધારણને આભારી છે

તેમણે ભારપૂર્વક કહ્યું કે જો આવી વ્યવસ્થાઓ હોત તો આપખૂદ શાહિ હોત, એબ્સોલ્યુટ કરપ્ટ પાવર હોત

મુખ્યમંત્રીએ આપણા બંધારણમાં વિધાનમંડળ, કારોબારી અને ન્યાયપાલિકા એમ ત્રણેયની સત્તાઓ અને જવાબદારીઓ નિયત થયેલા છે તેની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે કહ્યું કે, ન્યાયપાલિકાની સર્વોપરિતા આપણા બંધારણને રક્ષણ આપનારી છે. અંગે વધુ વિગતો આપતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે કટોકટી કાળ વેળાએ બંધારણમાં ૪રમાં સુધારો કરવામાં આવેલો ન્યાયપાલિકાની સત્તાઓ સિમીત કરી દેવાઇ હતી. એટલું નહિ, વ્યકિત-વાણી સ્વાતંત્ર્ય પર પણ અંકુશ હતા પરંતુ ત્યાર પછીની સરકારોએ તે સુધારો રદ કરી ફરીથી ન્યાયપાલિકાની સત્તાઓ સર્વોપરિ બનાવી હતી

વિજયભાઇ રૂપાણીએ ભારતનું બંધારણ લચીલું અને પરિવર્તનશીલ છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, બંધારણ ઘડયું ત્યારે ડૉ. આંબેડકરે તેમાં સમયાનુકુલ સુધારા કરવાની સત્તા સંસદને આપેલી છે. જે-તે સમયે જરૂરી સુધારા સંવિધાનમાં કરીને આપણા બંધારણની પરિવર્તનશીલતા લચીલાપણું પ્રસ્થાપિત થયેલા છે

૩૭૦મી કલમની કસક હતી તે પણ બંધારણીય સુધારાથી દૂર થતાં હવે કાશ્મીર પણ આપણું અભિન્ન અંગ બન્યું છે. એટલું નહિ, સૌને સમાન તક- સમાન હક માટે કલમ-૪૪ ના સમાન સિવીલ કોડની દિશામાં પણ આપણે આગળ વધ્યા છીયે એમ વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું

  તેમણે ભારતીય સંવિધાન ૧૯૫૧થી અમલી થયું ત્યારથી તાજેતરના સંવિધાન દિવસ સુધીમાં ૧૦૩ જેટલા સુધારા થયા છે તેની તુલના અન્ય વિકસીત રાષ્ટ્રોના ર૩૦ વર્ષમાં સંવિધાનમાં થયેલા ૩૩ જેટલા સુધારા  સાથે કરતાં સ્પષ્ટ કહ્યું કે, સંવિધાન સુધારાઓ ભારતના સંવિધાનનું લચીલાપણું પ્રસ્થાપિત કરે છે

મુખ્યમંત્રીએ ભારતીય સંવિધાનની જે વ્યવસ્થા આપણને મળી છે તેની પવિત્રતા જળવાઇ રહે, સંવિધાન વધુ શકિતશાળી બને અને અસરકારકતા સિદ્ધ થાય તેવી પ્રતિબદ્ધતા લોકશાહીના પવિત્ર મંદિરમાં સત્તાપક્ષ પ્રતિપક્ષના સૌ સભ્યો સાથે મળીને સંવિધાન દિવસે વ્યકત કરે તેવી અપેક્ષા પણ દર્શાવી હતી.

(12:10 am IST)