ગુજરાત
News of Tuesday, 10th December 2019

વડોદરામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજુર

વડોદરા પોલીસ હવે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રકસન કરાવશે

 

વડોદરાના નવલખી મેદાનમાં સગીરાને ઉપાડી જઇને સામુહિક દુષ્કર્મ કરનાર બંને આરોપી કિશન અને જશાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતાં. બંને આરોપીને વડોદરા પોલીસના હવાલે કરી દેવાયા છે. વડોદરામાં રહીને ફુગ્ગા વેચવાનો વ્યવસાય કરતા બંને આરોપીને સગીરાએ ઓળખી બતાવ્યા છે.

 આરોપીઓની વધુ તપાસ માટે તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતાં પણ કોર્ટે તેમના 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ વડોદરા બાર એસોસિએશનને ઠરાવ કરી કોઈ પણ વકીલ આરોપીઓનો કેસ લડશે નહીં તેવી જાહેરાત કરી છે. વડોદરા પોલીસ હવે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રકસન કરાવશે.

(11:23 pm IST)