ગુજરાત
News of Tuesday, 10th December 2019

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ- ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે યુવાનિતી અંગે યુવક- યુવતીઓનો વર્કશોપ યોજાયો

સરકાર આપણા દ્વારે સૂચનો મેળવી પ્રથમ ડ્રાફ્ટ સમગ્ર ગુજરાતમાંથી ૧૨ જાન્યુઆરી સુધીમાં તૈયાર થશે : ઝોન સંયોજક હરીશભાઇ મચ્છર

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : ગુજરાત રાજ્ય યુવક બોર્ડ,ગાંધીનગર અને  મહેસાણા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે યુવક-યુવતીઓનો યુવા નિતી અંગે વર્કશોપનું આયોજન  વિ.આર.પટેલ કોમર્સ કોલેજ માં  યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના ઝોન સંયોજક હરીશભાઇ મચ્છર ,  સભ્ય સુભમ શુકલા , જિલ્લા સંયોજક વિશાલભાઇ ગજ્જર , કોલેજના આચાર્ય  જે.કે.પટેલ નગર-તાલુકાના સંયોજકો  સહીત મહેસાણા જિલ્લના તાલુકામાંથી યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેલ તમામ મહાનુભાવોનું સ્વાગત અને દિપ પ્રાગટ્ય કરી  જિલ્લા-તાલુકાના સંયોજકોએ અભિવાદન કર્યું હતું. સ્વાગત પ્રવચન કોલેજ ના આચાર્ય જે.કે.પટેલે કર્યુ હતુ. 

  યુવાનો-યુવતીઓને સંબોધતા જણાવ્યું કે, રાજ્યમાં સૌ પ્રથમ અલગ અલગ વિસ્તારના યુવકો-યુવતીઓ પાસેથી ગુજરાત રાજ્ય યુવક બોર્ડ,ગાંધીનગરના માધ્યમથી યુવા નીતિ માટે સરકારે શિક્ષણ,બેરોજગારી મુદ્દે સૂચનો મંગાવ્યા છે. આવનારા દિવસોમાં સૂચનોની આપ-લે ઘ્વારા એક્સપર્ટના નહિ બલ્કે યુવાનોના સૂચનોને આધારે નીતિ બનશે. જેનો સીધો લાભ આ વિસ્તારના લાખો યુવકો-યુવતીઓને મળશે. હાજર યુવકો-યુવતીઓને પોતાના સૂચનો આપવા આહવાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જરૂરી સૂચનો આવેલા તમામ  યુવકો-યુવતીઓ પાસેથી મેળવ્યા હ.તા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભમ શુકલાએ  કર્યું હતું. વર્કશોપમાં આવેલ તમામ મહાનુભાવોનો,જિલ્લા-તાલુકા સંયોજકો,યુવાનો,યુવતીઓનો આભાર વ્યક્ત જિલ્લા સંયોજક વિશાલભાઇ ગજ્જર  કર્યું હતું.

     રાજ્યના ઝોન સંયોજક હરીશભાઇ મચ્છરે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય યુવક બોર્ડની સ્થાપના ગુજરાતના સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ કરી હતી. જેમાં યુવાનો માટે ૧૮૦૦૦ ગામોમાં પ્રાથમિક તબક્કે યુવાનોની કમિટી બનાવવામાં આવી છે. આવી ૨૪૦૦ ટિમો કાર્યરત છે. આ બોર્ડ ઘ્વારા આપણા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ અલગ અલગ સૂચનો મળ્યેથી નીતિ બનનાર છે. જેમાં આપ સહુ તેના સાક્ષી બનનાર છો સરકાર આપણા દ્વારે સૂચનો મેળવી પ્રથમ ડ્રાફ્ટ સમગ્ર ગુજરાતમાંથી ૧૨ જાન્યુઆરી સુધીમાં તૈયાર થશે સમગ્ર ગુજરાતને ૬ ભાગો શહેરી વિસ્તાર,અર્ધ શહેરી વિસ્તાર,ગ્રામ્ય,આદિવાસી,સમુદ્રતટીય,અને રણમાં વહેંચવામાં આવ્યું છે. દરેકની ભૌગોલિક સ્થિતિના આધારે રોજગારી કેવી રીતે વધે તે દિશામાં જરૂરી સૂચનો મેળવી સરકાર નક્કર યુવાનો માટે નીતિ બનાવશે જેનો ફાયદો આ વિસ્તારને થશે.

(9:18 pm IST)