ગુજરાત
News of Monday, 10th December 2018

વડોદરા: આંગડિયા પેઢીના નાણાં ભરવા ગયેલ બે કર્મચારીઓને તપાસના બહાને રોકી બે ગઠિયા 3.40 લાખ લૂંટી ગયા

વડોદરા:શહેરના રેસકોર્સ વિસ્તારમાં દુકાનના શેઠે આંગડિયા પેઢીમાં ભરવા માટે આપેલા નાણાં લઈને નીકળેલા બે કર્મચારીઓને એક્ટિવા પર આવેલા બે યુવકોએ બોલાચાલી કરીને ખિસ્સા તપાસવાના બહાને રોકડા ૩.૪૦ લાખ રૃપિયાની લૂંટ ચલાવી હતી.ફરિયાદના પગલે હાલમાં લૂંટનો ગુનો નોંધી લૂંટારાઓ સાથે ફરિયાદની ખરાઈની તપાસ શરૃ કરી છે. 

ગોરવાગામ સોલંકીફળિયામાં રહેતા ૩૦ વર્ષીય યોગેશ અશોકભાઈ સોલંકી સુભાનપુરા સંતોષનગર ખાતે આવેલી સંજયકુમાર પટેલની દુર્ગા સ્ટીલ નામની દુકાનમાં ફરજા બજાવ છે. ગઈ કાલે સાંજે પાંચ વાગે યોગેશને તેના શેઠે દુકાનના અન્ય કર્મચારી અર્જુન સાથે અલકાપુરીમાં અંબાલાલ હરગોવિંદદાસ આંગડિયા પેઢીમાં નાણાં જમા કરવા માટે જણાવ્યું હતું. શેઠે યોગેશને ૨.૪૦ લાખ અને અર્જુનને ૧ લાખ રૃપિયા આપ્યા હતા.

(5:20 pm IST)