ગુજરાત
News of Monday, 10th December 2018

હવે ડમી ફૂડ અધિકારીઓ સક્રિય :થરાદમાં દુકાનદારોને ડરાવી હજારો રૂપિયા માંગ્યા :સીલ મારી દેવાની ધમકી

દુકાનદારોએ મિડીયા બોલાવવાની વાત કરતાં આ ડમી અધિકારીઓ રિક્ષામાં ભાગી ગયા

બનાસકાંઠાના થરાદમાં ડમી ફૂડ અધિકારીની ઓળખ આપી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય થઇ છે. સ્વીટ માર્ટ નાસ્તા હાઉસમાં આ ડમી અધિકારીઓ આવ્યા હતા અને હજારો રૂપિયાની માંગ કરી હતી.

 આ ડમી અધિકારીઓએ ગ્રાહક સુરક્ષા તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની ઓળખ આપીને દુકાનદારોને ડરાવીને ધમકાવ્યા હતા. જો પૈસા નહિં આપો તો દુકાનને સીલ મારી દેવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

 આ દરમિયાન દુકાનદારોએ મિડીયા બોલાવવાની વાત કરતાં આ ડમી અધિકારીઓ રિક્ષામાં ભાગી ગયા હતા. આ બન્ને ડમી અધિકારીની ઓળખ મુકેશભાઈ બારોટ,તેમજ જયેશભાઇ પટેલના નામે થઇ છે.

 

 આ મામલે પોલીસ દ્વારા બન્ને ડમી અધિકારીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુકેશ બારોટ કોંગ્રેસનો ખેસ પહેરીને આવ્યો હતો.

(2:39 pm IST)