News of Monday, 10th December 2018
અમદાવાદની શાળામાં શિક્ષકે દંડો મારતા વિદ્યાર્થીના હાથમાં ફ્રેક્ચર
પરિવારજનોનો હોબાળો ;શાળાને ઘેરાવ કરીને શિક્ષક્ સામે પગલાં લેવા માંગણી
અમદાવાદની એક શાળામાં ધોરણ -10નાં વિદ્યાર્થીને બેરહેમીથી ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. શિક્ષકે વિદ્યાર્થીને દંડાથી ફટકારતા તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેને કારણે પરિવારજનોએ શાળા પર હોબાળો મચાવ્યો હતો. તેમણે શાળાનો ઘેરાવ કરીને શિક્ષક સામે પગલા લેવાની માંગ કરી હતી.
આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદની સાબરમતી મહેતા ઠાકર શાળામાં ધોરણ-10નાં વિદ્યાર્થીને દંડા વડે શિક્ષકે માર મારતાં તેને હાથે ફ્રેકચર થયું હતું. સમગ્ર ઘટનાને પગલે પરિવાજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે સ્કૂલના ટ્રસ્ટીઓએ મામલો થાળે પાડતા જણાવ્યું હતું કે, જો આ મામલે શિક્ષક કસૂરવાર હશે તો તેમની સામે પગલાં લેવાશે.
(2:16 pm IST)