ગુજરાત
News of Wednesday, 10th November 2021

રાજયમાં આજે ફરી કોરોના કેસમાં ઉછાળો નોંધાયો : અમદાવાદમાં સૌથી વધુ -૧૬ કેસ સાથે કુલ ૪ર કેસો નોંધાયા

એક ખુશીની વાત એ છે કે એક પણ મૃત્‍યુ નોંધાયુ નથી : સામે ૩૬ લોકો સાજા પણ થયા

ગાંધીનગર : ગુજરાતમાં તહેવારો પુરા થતા જ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કેસમાં 42 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે, એક પણ વ્યકિતનું મોત થયું નથી જે રાહતના સમાચાર છે. જો કે, 36 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. તો સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરા શહેરમાં 4, મોરબી, રાજકોટમાં બે-બે, આણંદ, ભરૂચ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ અને તાપીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો આ દરમિયાન 36 લોકો સાજા પણ થયા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 215 છે. તો 8 દર્દી વેન્ટિલેટર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 16 હજાર 521 લોકો સાજા થયા છે. તો અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 90 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.75 ટકા છે.

(9:54 pm IST)