ગુજરાત
News of Wednesday, 10th November 2021

વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ માટે જાગૃતિઃ સિગ્નલ તોડવુ કેટલુ ભયજનક હોય છે તે રજુ કરાયુઃ મહિલાનો વીડિયો વાયરલ કર્યો

જે યુવતિ રસ્‍તો ક્રોસ કરી રહી છે તે હાસ્‍યાસ્‍પદ બતાવાયુ

વડોદરા: અકસ્માતના કેટલાક કિસ્સા એટલા હાસ્યાસ્પદ હોય છે કે લોકોના ડ્રાઈવિંગ ટેલેન્ટ પર હસવુ આવી જાય. જોકે, આવા અકસ્માત પણ જીવ લઈ શકે છે. હવે પોલીસ વિભાગ પણ અવેરનેસ લાવવા માટે આ પ્રકારના વીડિયોનો ઉપયોગ કરે છે. ત્યારે વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. એક યુવતીના સિગ્નલ ક્રોસિંગનો વીડિયો પોસ્ટ કરીને આ રીતે રોડ ક્રોસ કરવો કેટલુ જોખમી છે તે માટે સાવધાન કર્યાં છે.  

વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યો છે. આ વીડિયો ટ્રાફિક સિગ્નલ અવેરનેસ લાવવા માટે મૂકાયો છે. જેમાં બતાવાયુ છે કે, સિગ્નલ તોડવુ કેટલુ ભયજનક હોઈ શકે તેની જાગૃકતા માટે વીડિયો શેર કર્યો છે. યુવતી ચાર રસ્તા પર સિગ્નલ તોડી રસ્તો ક્રોસ કરતાં સમયે કાર સાથે ટકરાઈ હતી. વડોદરા પોલીસે વીડિયો શેર કરીને લખ્યુ છે કે, ‘સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે..

જોકે, આ વીડિયોમાં એક યુવતી જે રીતે રસ્તો ક્રોસ કરી રહી છે તે હાસ્યાસ્પદ છે. વાહનો સિગ્નલ પર ઉભા હોવા છતા યુવતી કારમાં ધસી જાય છે.

(5:40 pm IST)