ગુજરાત
News of Wednesday, 10th November 2021

વિરમગામના ઐતિહાસિક શ્રી ગેગડી હનુમાનજી દાદાનો સાતમો મારૂતી હોમાત્મક યજ્ઞ યોજાયો

મોટી સંખ્યામાં ભક્તોએ ગેગડી હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને પ્રસાદ ગ્રહણ કર્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા અતિ પ્રાચિન ગેગડી હનુમાનજી મંદિર ખાતે કારતક સુદ પાંચમને મંગળવારના રોજ સાતમા શ્રી મારૂતી હોમાત્મક યજ્ઞનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. મારૂતિ યજ્ઞની શાસ્ત્રોક વિધી આચાર્ય દ્વારા કરાવવામાં આવી હતી. ગેગડી હનુમાનજી મંદિર ખાતે મારૂતિ યજ્ઞનુ આયોજન સફળ બનાવવા માટે પુજારી ધીરજલાલ હરીભાઇ દવે સહીત ભક્તોએ જહેમત ઉઠાવી હતી. મંગળવારે સવારે મારૂતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રીફળ હોમીને મારૂતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યજ્ઞની પુર્ણાહુતી બાદ મોટી સંખ્યામાં ભકતોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મંગળવારે મોટી સંખ્યામાં ભક્તોએ ગેગડી હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રી મારુતિ હોમાત્મક યજ્ઞના મુખ્ય યજમાનનો લાભ રાજુભાઈ જીવણભાઇ પટેલ પરીવારે લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગેગડી હનુમાનજી દાદાના મંદિરે દર શનિવારે તથા રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને બાળકો મંદિરના બગીચામાં આનંદ કિલ્લોલ કરે છે.

(11:12 am IST)