ગુજરાત
News of Wednesday, 10th November 2021

બહેનના ઘરે ભણવા આવેલી યુવતી જીજાજીના પ્રેમમાં પડી

અભયમે ફરી ઘર સંસાર વિખેરાતા બચાવ્યો : પરિવારના તમામને બ્લેકમેલ કરતી યુવતીને અભયમે અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવી મામલો થાળે પાડ્યો

વડોદરા , તા. : વડોદરામાં મોટી બહેનના ઘરે રહીને ભણતી સાળી જીજાજી સાથે પ્રેમમાં પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ મોટી બહેનના ઘરે રહીને ભણતી સાળીને તેના જીજાજી સાથે પ્રેમ થઇ જતા તેણે લગ્ન કરવા જીદ પકડી હતી. જેથી તે ઘરમાં તોડફોડ કરતી અને વારંવાર ઘર છોડીને જતી રહેતી હોવાથી માતાએ મહિલા અભયમની માંગી હતી. જેથી અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરીને મામળો થાળે પાડ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના એક વેપારીને બે દીકરીઓ છે. જેમાંથી મોટી દીકરીના વડોદરા ખાતે લગ્ન કરવામાં આવ્યા છે, જ્યારે નાની દીકરીએ એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. જેથી તે બહેનના ઘરે રહેતી હતી. દરમિયાન સાળી જીજાજીના પ્રેમમાં પડી ગઈ હતી. જેના કારણે અમદાવાદમાં રહેતો પરિવાર શરમજનક સ્થિતિમા મુકાયો હતો. પરિવારે આબરુના જવાના ડરે દીકરીને સાયકોલોજિસ્ટ પાસે મોકલી હતી. જ્યાં એકતરફી સંબંધની જાણ થતાં બંને વચ્ચે અંતર રાખવા કહ્યું હતું.

જેથી માતા-પિતા નાની દીકરીને અમદાવાદ લઈ આવ્યા હતા, પરંતુ તેને જીજાજીથી દૂર રાખતા તે ઘરમાં તોડફોડ કરતી અને વારંવાર ઘરેથી ભાગી જતી હતી. જેથી માતાએ મહિલા અભયમને ફોન કરીને જણાવ્યા અનુસાર દીકરીએ મોટી બહેનને પણ ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તેમજ પરિવારને પણ વારંવાર આપઘાત કરવાની ધમકી આપતી હતી. જેથી મહિલા અભયમની ટીમે નાની દીકરીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ભણવામાં ધ્યાન આપવાની સલાહ આપી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રેમમાં પડેલી સાળીએ જીજાજીને પણ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. એટલું નહીં, મોટી બહેન બહાર હોય ત્યારે નાની બહેન જીજાજીને બહાનાથી બહાર બોલાવતી હતી અને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સમગ્ર મામલે પરિવારને જાણ કરતા આખરે મહિલા હેલ્પલાઈને દીકરીને કહ્યું કે હાલ તે ભણવામાં ઘ્યાન આપે. કારણે કે, તે જે રસ્તા પર ચાલી રહી છે, તેમાં બે પરિવારોની જિંદગી બરબાદ થઈ શકે છે.

(9:18 pm IST)