ગુજરાત
News of Wednesday, 10th November 2021

હાલોલ તાલુકાના મદાર ગામમાં કાચા મકાનની દિવાલ પડી : રમતા છ બાળકોને ઇજા

બે બાળકોને વડોદરા મોકલાયા

હાલોલ: તાલુકાના મદાર ગામ ના સરદાર પુરા ફળિયામાં કાચા મકાનની દિવાલ અચાનક ધરાશઈ થતા દિવાલ પાસે રમતા નાના ૬ બાળકોને ઇજા થતા નાનકડા ગામમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલીક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે બાળક ને વધારે ઇજા હોવાથી તેને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મદાર ગામના સરદાર પુરા ફળિયામાં રહેતા નાયક કાળુભાઇ મળાભાઈ ના કાચા મકાનની દિવાલ આજે બપોરે અચાનક ધરાશય થતા દિવાલ પાસે રમતા છ બાળકો આરતીબેન નાનસીંગ નાયક, મમતાબેન દિલીપભાઈ નાયક,શિવનિબેન દિલીપભાઈ નાયક, યોગેશકુમાર શંકરભાઇ નાયક, પ્રિયંકાબેન અશોકભાઈ નાયક, રેણુકાબેન અશોકભાઈ નાયકનાઓ દિવાલ નીચે દબાઈ જતા તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
દિવાલ ધરાશય થતા ગામમાં ભાગદોડ મચી ગઇ હતી. બનાવને લઇ લોકો એકત્રીત થયા હતા અને દિવાલ નીચે દબાઈ ગયેલ છોકરાઓને બહાર કાઢી 108 ને જાણ કરી તાત્કાલીક હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર કરી રજા આપવામાં આવી હતી. જોકે છ પૈકી બે છોકરાઓને ફેક્ચર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા એસ. એસ.જી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે. બનાવને લઇ ગામ તલાટી એ પંચકયાસ કરી તેને ઉપલા અધિકારી ને જાણ કરી છે.

 

(11:05 pm IST)