ગુજરાત
News of Sunday, 10th November 2019

ડેન્ગ્યૂને ડામવાનો અમદાવાદમાં શિક્ષણ વિભાગ સક્રિય : વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીનાં પાઠ

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 'સ્વસ્થ રહો, સાવચેત રહો' આ અભિયાન: તમામ શાળાઓને સાવચેતીના પાઠ ભણાવવા આદેશ

અમદાવાદમાં રોગચાળો  વકરી રહયો છે ત્યારે ડેન્ગ્યુ  અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પ્રયાસ કરી રહ્યું છે અને હવે શિક્ષણ વિભાગ પણ ડેન્ગ્યુને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને સાવચેતીનાં પાઠ ભણાવવા શાળા સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે.

   ડેન્ગ્યુને ડામવા જિલ્લા શિક્ષણાધિકારીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ અંગે માહિતગાર કરવા પરિપત્ર કરી શાળાઓને સાવચેતી રુપે પગલા લેવા આદેશ જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો છે. 'સ્વસ્થ રહો, સાવચેત રહો' આ અભિયાન હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શરુ કરાયું છે

   . અમદાવાદ શહેરનાં જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે એક પરિપત્ર કરીને ડેન્ગ્યુનાં કહેર સામે સાવચેતીનાં પગલા ભરવા શહેરની શાળાઓને આદેશ કર્યો છે. શહેરમાં સરકારી અને ખાનગી મળી કુલ 1500થી વધુ શાળાઓ આવેલી છે. ત્યારે હવે વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ શું છે તેના મચ્છરો નાં કરડે તે માટે શું કરશો. સાવચેતીના પગલા લેવા માટે શું કરવું? ડેન્ગ્યુનાં લક્ષણો અને તેની સારવાર અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા શાળાઓને કડક સુચના આપવામાં આવી છે

(6:29 pm IST)