ગુજરાત
News of Thursday, 10th October 2019

અમરાઈવાડી સીટ પર પેટાચૂંટણી લડતા ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણીપંચે નોટિસ ફટકારી

ખાતામાં રૂપિયા જમા કરીને ખર્ચ કરવાના બદલે સીધો ખર્ચ કરતા બંનેને નોટિસ ફટકારી

 

અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાની પેટાચૂંટણી લડતા ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણી પંચની નોટિસ ફટકારાઇ છે. ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને બંને ઉમેદવારોને ચૂંટણી પંચે ખર્ચ કરવાની બાબતમાં અનિયમિતતા દાખવતા નોટિસ ફટકારી છે.

  બંનેએ રજીસ્ટર ખાતામાં રૂપિયા જમા કરીને ખર્ચ કરવાના બદલે સીધો ખર્ચ કરતા બંનેને નોટિસ ફટકારીને સમગ્ર મામલે તાત્કાલીક ખુલાસો કરવા કહ્યું છે.

(12:06 am IST)