ગુજરાત
News of Thursday, 10th October 2019

એએસએલ-એચડીએફસી ૨૫૦ કરોડનું રોકાણ કરશે

અફોર્ડેબલ હાઉસિંગ પ્લેટફોર્મ સ્થાપશે

અમદાવાદ, તા.૧૦: લાલભાઈ ગ્રૂપની કંપની, દેશની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની અને અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડ (એએસએલ)એ એચડીએફસી કેપિટલ અફોર્ડેબલ રિયલ એસ્ટેટ ફંડ ૧ (એચ-કેર ૧) સાથે વ્યૂહાત્મક પાર્ટનરશિપ કરવાની જાહેરાત કરી હતી. એચ-કેર ૧ના ફંડનું મેનેજમેન્ટ એચડીએફસી કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ કરે છે, જે એચડીએફસી લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. જ્યારે આ પાર્ટનરશિપ ભારતમાં અફોર્ડેબલ અને મધ્યમ-આવક ધરાવતાં હાઉસિંગ પ્રોજેક્ટ્સને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, ત્યારે નિર્મિત એકમોની ગુણવત્તા સાથે સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે. પ્રસ્તાવિત ડેવલપમેન્ટ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ અરવિંદ હોમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. ૨૫૦નાં પ્રાથમિક રોકાણ સાથે હાથ ધરવામાં આવશે. એચડીએફસી લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી રેણુ સુદ કર્નાડે જણાવ્યું હતું કે, ભારતમાં હાઉસિંગ મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે અને શહેરીકરણમાં વધારા સાથે અફોર્ડેબલ હાઉસિંગની માગમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. એચડીએફસીનો પ્રયાસ ભારતમાં અગ્રણી ડેવલપર્સને ફ્લેક્સિબલ, લાંબા ગાળાની મૂડી પ્રદાન કરીને ભારતમાં અફોર્ડબેલ હાઉસિંગમાં ડિમાન્ડ-સપ્લાય ગેપને પૂર્ણ કરવામાં મદદ કરે છે. અમે અરવિંદ સ્માર્ટસ્પેસીસ જેવા ડેવલપર્સ સાથે પાર્ટનરશિપ કરવા કટિબદ્ધ છીએ, જે અમારાં વિઝન અને મૂલ્યોને અનુરૂપ છે. એચડીએફસી કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડનાં એમડી અને સીઇઓ શ્રી વિપુલ રુંગટાએ ઉમેર્યું હતું કે, અરવિંદ સ્માર્ટસ્પેસીસ સાથે અમારી પાર્ટનરશિપ ઉચ્ચ ગુણવત્તાયુક્ત અફોર્ડેબલ અને મધ્યમ આવક ધરાવતાં હાઉસિંગ પર ખર્ચ-અસરકારક રીતે ધ્યાન કેન્દ્રિત કરશે. ટોચનું રેટિંગ ધરાવતાં ડેવલપર્સ સાથે પાર્ટનરશિપ કરવાની આ એચડીએફસી કેપિટલની સ્ટ્રેટેજી છે, જેઓ ડેવલપમેન્ટ અને ડિલિવરીનો સારો રેકોર્ડ ધરાવે છે તેમજ અફોર્ડેબલ હાઉસિંગમાં લાંબા ગાળાની દ્રષ્ટિ ધરાવે છે.

અરવિંદ સ્માર્ટસ્પેસીસનાં ચેરમેન શ્રી સંજય લાલભાઈએ વ્યૂહાત્મક જોડાણ પર જણાવ્યું કે, અમને આ પાર્ટનરશિપની ખુશી છે, જે અમને નવા પ્રોજેક્ટ્સમાં વૃદ્ધિ અને રોકાણને વધારવામાં મદદ કરશે. અમને ખાતરી છે કે, ભારતીય બિઝનેસમાં બે સૌથી વધુ વિશ્વસનિય બ્રાન્ડ નેમ વચ્ચેનું આ જોડાણ તમામ હિતધારકો માટે લાંબા ગાળાનાં મૂલ્યનું સર્જન કરશે. એચડીએફસી કેપિટલ અને અરવિંદ દ્વારા નવું લાંબા ગાળાનું ફંડ તથા કંપનીનાં નવા પ્રોજેક્ટની કામગીરીનાં સ્કેલમાં ઓર્બિટલ ચેન્જ લાવશે. એનાથી અમને અમે જે વિશ્વાસ અને ઉત્કૃષ્ટતા માટે જાણીતા છીએ એ વારસાનું નિર્માણ કરવા અને એને મજબૂત કરવામાં મદદ પણ મળશે.

(10:00 pm IST)