ગુજરાત
News of Thursday, 10th October 2019

ડીસા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પાલિકામાં ધમાલ કરવી ભારે પડી:કોર્ટે ત્રણ મહિનાની સજા ફટકારી

વર્ષ 1999માં ડીસા પાલિકામાં ધમાલ બદલ 3 માસથી કેદ અને 500 રૂપિયાનો દંડ

ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને કોર્ટે 3 મહિનાની  સજા ફટકારી છે. જ્યુડિશિયલ કોર્ટે આ સજા ફટકારી છે મળતી વિગત મુજબ કોર્ટે શશિકાંત પંડ્યાને 3 માસની સજા સાથે રૂપિયા 500નો દંડ પણ ફટકાર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ડીસાના ભાજપ ધારાસભ્ય શશીકાંત પંડ્યા વિરુદ્ધ વર્ષ 1999માં ડીસા પાલિકામાં ધમાલ કરવાનો ચાર્જ હતો. જેની સુનાવણી હેઠળ ડીસાની એડી ચીફ જ્યુડિશ્યલ કોર્ટના જજ એમ.ડી.બર્મભટ્ટે IPCની કલમ 186 હેઠળ આ સજા ફટકારી છે. શશીકાંતને 3 માસથી કેદ અને 500 રૂપિયાના દંડની સજા કરાઈ છે.

જોકે ધારાસભ્ય અપીલ અધિકારીએ કોર્ટમાંથી જામીન મેળવી લીધા છે. આ સાથે એક માસમાં સજા અમલ સામે અપીલ કરવી પડશે. ટ્રાયલ દરમિયાન IPCની કલમ 327, 504 અને 477 હેઠળ પુરાવાના અભાવે MLAને મુક્ત કરાયા છે

(9:26 pm IST)