ગુજરાત
News of Thursday, 10th October 2019

ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ઉત્તરભારતના પહાડી વિસ્તારમાંથી મળ્યા

વૃષ્ટિ અને શિવમને અમદાવાદ લાવવામાં આવશે.

અમદાવાદના નવરંગપુરાના હાઈપ્રોફાઈલ વૃષ્ટિ અને શિવમ કેસમાં મોટી સફળતા મળી છે ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ મળી આવ્યા છે. તેઓ બંને અગાઉ નવરંગપુરાથી ગુમ થઇ ગયા હતાં. આ બંને ઉત્તરભારતના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યાં છે. ક્રાઈમબ્રાંચે બંનેની શોધખોળ હાથધરી હતી. વૃષ્ટિ અને શિવમને અમદાવાદ લાવવામાં આવશે.

  અગાઉ વૃષ્ટિએ એની માતાને ઇ-મેઇલ કરી ખબર આપી હતી અને કહ્યું હતું કે ' હાય મોમ...તમને ચિંતામાં મુકવા માટે સૌથી પહેલાં હું તમારી માફી માગુ છું. તમને દુખ પહોંચાડવાનો મારો ઇરાદો ક્યારેય ન હતો. હું ફરી એકવાર માફી માગું છું. એવી કેટલીક વસ્તુ છે. જેનાં કારણે હું તમારી સાથે જીવી ન શકું. એટલે મારે જવું જ પડે. મને ઘણાં અનુભવો થયાં જે હું તમારી સાથે વર્ણાવવાં માંગતી હતી, પણ હું તે વાતને યોગ્ય ન્યાય ન આપી શકી. આ બધા અનુભવોએ મને આગળનાં નિર્ણય લેવા માટે મજબુર કરી.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે વૃષ્ટિ ગુમ થઇ ત્યારબાદ સોશ્યલ મીડિયા પર હાહાકાર મચી ગયો અને તેને શોધવા માટે ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને લોકોને અપીલ કરી હતી. ત્યારબાદથી મીડિયા અને પોલીસ તંત્રજ દોડતું થઇ ગયું હતુ. નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલી તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ત્યારે તે લોકોની કોઇ ભાળ મળી નહતી. અંતે આજે તેઓ વરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલી તેમની શોધખોળ હાથ ધરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે વૃષ્ટીના ઈ-મેલના ઇન્ટરનેટ પ્રોટોકૉલ એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. પોલીસ પાસે બંનેના 35 જગ્યાના સી.સી.ટી કેમેરા ફૂટેજ હતા જેના આધારે બંનેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા.

(9:24 pm IST)