ડાકોર શહેર પોલીસે ઢુણાદરા-જાખેડ રોડ પર વોચ ગોઠવીને કારમાં લઇ જવાતો 88 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ડાકોર:પોલીસે ઢુણાદરા-જાખેડ રોડ ઉપર વોચ ગોઠવીને કારમાં લઈ જવાતા ૮૮ હજારના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડીને કુલ ચાર વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના ઢુણાદરાથી જાખેડ ગામ તરફ સ્વીફ્ટ ગાડીમાં દારૂની હેરાફરી કરવામાં આવનાર હોવાની માહિતી ડાકોર પોલીસની મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ ઢુણાદરા-જાખેડના કેનાલવાળા રસ્તે વોચ ગોઠવી હતી. દરમિયાન રસ્તા પરથી બાઈક નં. જીજે- ૦૭, બીએલ-૫૦૩૧ લઈ પસાર થતાં ઈસમની અટકાયત કરી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તે દલસુખભાઈ ફુલાભાઈ પરમાર (રહે.જાખેડ,તા.ઠાસરા, મુળ રહે.નાપા તળપદ,તા.બોરસદ) હોવાનું જણાવ્યું હતું. જે બાદ માત્ર થોડીક જ મિનિટોમાં સ્વીફ્ટ ગાડી નં. જીજે-૧૮, સીબી-૭૭૭૬ આવતાં પોલીસે તેને રોકી હતી. અને ગાડીના ચાલક અને બાજુની સીટ પર બેઠેલા ઈસમની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગાડીનો ચાલક શૈલેષભાઈ છગનભાઈ ભુરીયા (રહે.વિસલંગા,તા.લીમખેડા) અને ભરતભાઈ સમુડાભાઈ તડવી (શેડીયા,તા.લીમખેડા) હોવાનું બહાર આવ્યું હતું.