ગુજરાત
News of Thursday, 10th October 2019

સુરતમાં બાઈક સાથે અથડાઈ એક્ટિવા ચાલકે ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

સુરત: શહેરમાં ટુ વ્હીલર ચાલક સાથે  મોપેડ વડે એક્સીડન્ટ કરી બાદમાં ચપ્પુ બતાવી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ કરતા 3 યુવાનોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.


ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ પરેશ પટેલ અને પ્રતાપસિંહ પુનને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ એન દવે અને ટીમે ડિંડોલી વિસ્તારમાંથી પ્રગ્નેશ ઉર્ફે કાનો દિનેશભાઇ સોલંકી (ઉ.વ.26, રહે. સોનીના મકાનમાં , મોદી સ્ટ્રીટ, નવાગામ 35, રહે. હળપતિવાસ, નવાગામ ડિંડોલી) ને એકટીવા, બે મોબાઇલ ફોન અને રોકડા રૃ.10,040 મળી કુલ રૃ.63,040 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(5:56 pm IST)