ગુજરાત
News of Thursday, 10th October 2019

વડોદરા નજીક 10 વર્ષીય મુકબધીર અસ્થિર મગજની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું: આરોપીને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

વડોદરા:શહેર નજીકના એક ગામમાં રહેતી ૧૦ વર્ષની મૂકબધિર તેમજ અસ્થિર મગજની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીનો અદાલતે કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે શહેર નજીકના એક ગામમાં રહેતા મંદબુધ્ધિના દંપતીને બે પુત્રીઓ છે. જે પૈકી એક પુત્રી અસ્થિર મગજની તેમજ મૂકબધિર છે. બાળકીની માતા હયાત નથી. પિતાની માનસિક સ્થિતિ પણ યોગ્ય નથી. ભોગ બનનાર બાળકી હાલમાં સામાજિક સંસ્થામાં આશ્રય લઇ રહી છે. આરોપીની  આર્થિક સ્થિતિ નજર સમક્ષ રાખતા આરોપી  વળતરની રકમ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી. તે સંજોગોમાં ભોગ બનનારને વળતરની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે તો ન્યાયી અને યોગ્ય જણાશે. 

(5:51 pm IST)