અમદાવાદના સરખેજમાં ગૃહ ક્લેશમાં કંટાળીને પિયર આવેલ પત્ની પર ઉસ્કેયારેલ પતિનો જીવલેણ હુમલો: ધારિયાથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઇ
`અમદાવાદ: શહેરના સરખેજમાં પત્ની પર પતિએ ધારિયાથી હુમલો કરતાં માથામાં અને બે હાથે ઇજા થતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં ગૃહ કલેશથી કંટાળીને મહિલા મહિનાથી પિયરમાં રહેવા આવી હતી, ગઇકાલે પતિએ સાથે વાત કરવાનો ઇન્કારકરતાં ઉશ્કેરાયેલા પતિએ જાહેરમાં ક્રૂરતા પૂર્વક જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે સરખેજ પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીએ વાત કરવાનો ઇન્કાર કરતા પતિએ જાહેરમાં ઘાતક હુમલો કરતાં માથામાં અને બે હાથે ઇજા
આ બનાવની વિગત એવી છે કે સરખેજ વિસ્તારમાં ઘેલજીપુરા રોડ પર એલ.જે. કોલેજ નજીક નાગદેવ મંદિર પાસે રહેતા ગીતાબહેન બીજલભાઇ ઠાકોરે સરખજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમની દિકરી કંચનબહેનના ચાર વર્ષ પહેલાં મકરબા પોલીસ ચોકી સામે ઠાકોરવાસમાં રહેતા દિપકભાઇ ચીકાભાઇ ઠાકોર સાથે લગ્ન કર્યા હતા. પતિ ઘર ખર્ચ આપતો ન હતો અને નાની બાબતે તકરાર કરીને મારઝૂડ કરતો હતો, જેથી એક મહિના અગાઉ દિકરીને માતા તેમના ધરે તેડી લાવ્યા હતા.