ગુજરાત
News of Thursday, 10th October 2019

અમદાવાદના નારોલ-લાંભા રોડ પર રાત્રીના અજાણ્યા વાહનની હડફેટે બે જોડિયા ભાઈઓના મોત નિપજતા પરિવારની માથે કાળ વર્તાયો

અમદાવાદ: શહેરના નારોલ-લાંભા રોડ પર આજે રાત્રે અજાણ્યા બાઇકસવારે બે જોડિયા ભાઇઓને ટક્કર મારતા બન્ને ભાઇઓના મોત થયા છે. આ ભાઇઓના નામ લવ-કુશ હતા.

મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે ઘટનાના અડધો કલાક બાદ પણ પોલીસ કે 108 એમ્બ્યુલન્સ  સમયસર ન પહોંચતા બાળકોને રિક્ષામાં એલ.જી. હોસ્પિટલે પહોંચડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

નારોલ ગામ નજીકની ધરતી સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ ઇનામીના 10 વર્ષીય જોડિયા બાળકો લવ અને કુશ રાત્રે સાડા નવ વાગ્યે વાગ્યા આસપાસ સોસાયટીથી આશરે 100 મીટર દૂર રમવા માટે નીકળ્યા હતા.

ત્યાં અજાણ્યા બાઇકસવારે તેમને અડફેટે લીધા હતા અને બાદમાં ફરાર થયો હતો. એમ્બ્યુલન્સ સમયસર ન આવતા બાળકોને રિક્ષામાં એલ.જી. હોસ્પિટલને ખસેડવામાં આવ્યા હતા.

(5:48 pm IST)