ગુજરાત
News of Thursday, 10th October 2019

છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદનો દોર ચાલુ રહેશેઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સંભાવના

તાપમાનમાં વધઘટ જોવા મળશેઃ રાજસ્થાન સહિતના ભાગોમાંથી ચોમાસાની વિદાય

રાજકોટઃ હવામાનની એક ખાનગી સંસ્થાએ તા.૧૩ ઓકટોબર સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે રાજયમાં ઉપલા લેવલે ભેજ સાથે અસ્થિરતા વધે છે. જેના લીધે અલગ અલગ દિવસે અલગ અલગ અમુક  છુટા છવાયા વિસ્તારમાં ગાજવીજ વાળો વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોસ્ટલ જીલ્લાના વિસ્તારોમાં વધુ શકયતા છે.

હાલ જે તાપમાન જોવા મળે છે. તા.૧૨ ઓકટોબર સુધી સામાન્ય વધઘટ સાથે યથાવત રહેશે. તા.૧૩થી તાપમાનમાં ક્રમશ ઉતરોતર વધારો થવાની શકયતા છે. રાજયના વિસ્તારોમાં મોટાભાગે ઉતર બાજુના પવનો ફુંકાય છે. જે આજથી પુર્વ બાજુથી પવનો ફુંકાય તેવી શકયતા છે.

પશ્ચિમ રાજસ્થાનના ભાગો, પંજાબ, હરીયાણામાંથી ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે. આગામી પાંચેક દિવસમાં બે તબકકામાં ઉતર, મધ્ય ભારતના રાજયના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાઈ લઈ લેશે.

(3:29 pm IST)