ગુજરાત
News of Thursday, 10th October 2019

વિશ્વકર્મા ઇજનેરી કોલેજની સલોની પરીખને રાષ્ટ્રપતિના હસ્તે સમાજ સેવા એવોર્ડ : ટીમને બિરદાવતા ટેકનિકલ શિક્ષણ નિયામક જી.ટી.પંડયા

રાજકોટ :અમદાવાદ ચાંદખેડાની વિશ્વકર્મા સરકારી એન્જીનીરીંગ કોલેજ ની વિદ્યાર્થીનીને રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરી સન્માન કર્યું છે. સલોની પરીખ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જીનિયરિંગ  કોલેજની વિદ્યાર્થીની છે. ૪ વર્ષ થી તે સતત NSS એટલે કે રાષ્ટ્રીય સેવા યોજનાની સ્વયંસેવક છે. ચાર વર્ષ દરમિયાન તેણે સમાજ સેવાના અનેક કાર્યક્રમો  યોજયા છે અને ભાગ પણ લીધો છે. અમદાવાદની આ દીકરીએ અનેક ગામડાઓમાં જઈને સેવા ફાળવી છે. સૈનિક કલ્યાણ અર્થે સલોની એ ૫૧,૦૦૦ ની રકમ પણ જમા કરી તી જે દર વર્ષ દીઠ સૈનિક કલ્યાણ રકમ માં આપવામાં આવે છે.  સાથે સ્ટેમ સેલ દાન અંગેપણ કામ કરેલ છે. જયારે ડીજીટલ અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે સલોની એ તેમ પણ પોતાની સેવા આપી હતી.  તેને અનેક બીજા NGO સાથે પણ મળીને કામ કરેલ છે. NSS VGEC ની આખી ટીમ એ મળીને એક પ્રોજેકટ 'વિશ્વાશાળા' પણ બનાવ્યો છે જેમાં તે  બાળકોને જ્ઞાન આપે છે. સ્વચ્છ ભારત અભિયાન દરમિયાન સલોની એ વડોદ ગામમાં  શોચાલય નિર્માણ કાર્યક્રમમાં પણ મહત્વપૂર્ણ ભાગ ફાળવ્યો હતો. તે બદલ મન કી બાત માં પ્રધાનમંત્રી એ તેમને વધાવી પણ છે.

સલોનીને  NSS ના અનેક રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં પણ ભાગ લીધો છે. એક વર્ષ પહેલા ૨૦૧૮ મેં તેને ગણતંત્ર દિવસ ની પરેડમાં  પણ ભાગ લીધો હતો.હમેશા જીવનમાં તે સમાજ સેવા કરવા માંગ છે. તેને ભારતના ભણતર ક્ષેત્રમાં યોગદાન આપવું છે.

આ રાષ્ટ્રીય સેવા યોજના રાષ્ટ્રીય પુરસ્કાર ૨૦૧૭-૨૦૧૮ ને સલોની પોતાની ટીમ NSS VGEC ને અર્પણ કરે છે. તેનું કારણ તે જણાવતા કહે છે ક તેમની ટીમ માં ૧૦૦ લોકો છે. દરેક માણસ પોત પોતાની દિશા માં ખુબ જ સરસ કામ કરે છે. સારા ભાગ્યથી તેને આ ટીમનો ભાગ બનવા મળ્યું છે.નેતૃત્વ કરવા પણ મળ્યું  આ અવાર્ડ ટીમ NSS VGEC ને અર્પણ કરેલ છે  સલોનીએ ગઇ કાલે ગાંધીનગર ખાતે ટેકનીકલ શિક્ષણ નિયામકની મુલાકાત લેતા નિયામક શ્રી જી.ટી.પંડયા (આઇ.એ.એસ)એ સમગ્ર ટીમની કામગીરી અંગે પ્રસન્નતા વ્યકત કરી અભિનંદન આપ્યા હતા. કોલેજના સંપર્ક નં. ૦૭૩-૨૩૨૯૩૮૬૬ અમદાવાદ.

(3:19 pm IST)