ગુજરાત
News of Thursday, 10th October 2019

મહેસાણા વોટરપાર્ક પાસે HDFC બેન્કનું એટીએમ તોડીને કેશ લઈને તસ્કરો ફરાર

પોલીસ ઘટનાસ્થળે પહોંચી : સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ

મહેસાણા વોટરપાર્ક પાસેના એચ.ડી.એફ.સી બેન્કનું એટીએમમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. વોટરપાર્ક પાસેના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એટીએમ તોડીને કેશ લઈ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટન સ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ બેંક અધિકારીઓએ કેટલી રકમની ચોરી થઇ તે વિષે તપાસ હાથ ધરી છે.

(2:09 pm IST)