ગુજરાત
News of Thursday, 10th October 2019

નર્મદા ડેમની સપાટીમાં એકધારો વધારો: એક મહિનાથી સતત 5 દરવાજા ખોલવામાં આવ્યા

ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરાતા પાણીની આવકમાં વધારો

 નર્મદા :  સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 88951 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ડેમની સપાટી 138.53 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરાતા ડેમ સપાટીમાં પાણીની આવક વધી રહી છે. નર્મદા ડેમ 98.95 ટકા ભરાયો છે. જેના લીધે નર્મદા ડેમના સતત 30 દિવસથી 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 2 મહિનામાં 360 કરોડનું વીજ ઉત્પાદન થયું છે. ડેમ દરવાજામાંથી 50 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

(12:11 pm IST)