ગુજરાત
News of Thursday, 10th October 2019

ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સ્ટાફ ફેડરેશનના પ્રેસીડેન્ટ તરીકે અજય બદાની

રાજકોટ તા. ૧૦ : સ્ટેટ બેંક ગુજરાતના ૧૧ હજારથી વધુ કર્મચારીઓના બનેલા બીન રાજકીય સંગઠન એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયનના અમદાવાદ સર્કલના જનરલ સેક્રેટરી, યુનાઇટેડ ફોરમ ગુજરાત રાજયના કન્વીનર, એન.સી.બી.આઇ. ગુજરાત સ્ટેટના અધ્યક્ષ, કંપન શ્રુતિ ટ્રસ્ટના ચેરમેન, એસ.બી.આઇ. સ્ટાફ કન્ઝયુમર સ્ટોરના ચેરમેન અને બેંક કર્મચારીઓના લોકપ્રિય એવા ટ્રેડયુનિષ્ટ અમદાવાદના કોમરેડ અજયભાઇ બદાની (મો.૯૮૯૮૫ ૭૦૭૦૪) ની ઓલ ઇન્ડીયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા સ્ટાફ ફેડરેશનના પ્રેસીડેન્ટ તરીકે સર્વાનુમતે વરણી થતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. આ નિમણુકને યુનિયનના રાજકોટ વિભાગના મિતેષ ગાંધી, અનુપમ દોશી, સંજય મહેતા, ઉમેદસિંહ જાડેજા, ચિંતન માંડવીયા, વીરેન્દ્રસિંહ ધાધલ, મયુર મહેતા, અમીત વજીર, જગદીશ વાઘેલા, સચિન ચાવડા, હર્ષ સંઘવી વગેરેએ રાજીપો વ્યકત કરી શુભેચ્છા પાઠવી છે.

(11:44 am IST)