ગુજરાત
News of Thursday, 10th October 2019

વડોદરામાં બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું સ્પેનના પાંચ નકલી પાસપોર્ટ સાથે આઠ શખ્શોની ધરપકડ

તમામ ભેજાબાજો અમદાવાદ અને મહેસાણાનાં: વિદેશ જવા ઈચ્છુકોને લાલચ આપી નકલી દસ્તાવેજો આપીને છેતરતા

 

વડોદરામાં એસઓજીએ સયાજીગંજ વિસ્તારમાંથી બોગસ પાસપોર્ટ કૌભાંડ ઝડપ્યું છે  એસઓજીએ સ્પેન દેશનાં પાંચ નકલી પાસપોર્ટ સાથે 8 શખ્સોની ધરપકડ કરી છે. ભેજાબાજો વિદેશ જવા ઈચ્છુકોને લાલચ આપી નકલી દસ્તાવેજો બનાવીને છેતરતાં હતાં.

વિદેશ જવાની લાલસામાં પાંચ યુવકોને આરોપી દેવેન નાયક અને કીર્તિ ચૌધરીએ વડોદરા ખાતે વેરીફિકેશનનાં નામે બોલાવ્યાં હતાં.. જો કે તે સમયે પોલીસને બાતમી મળી હતી કે કેટલાંક શખ્સો આવી શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યાં છે. જેથી પોલીસે દરોડો પાડી 8 લોકોને ઝડપી લીધા . ઝડપાયેલા તમામ આરોપીઓ પૈકી એકપણ આરોપી વડોદરાનો નથી.

તમામ ભેજાબાજો અમદાવાદ અને મહેસાણાનાં છે. અને તેઓ ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા છે. ત્યારે શખ્સોએ વડોદરા શહેર કેમ પસંદ કર્યું તે પણ એક સવાલ છે. આરોપીઓ વડોદરા કેમ આવ્યા હતા. કોને મળવા આવ્યા હતા. કેટલા પૈસા પડાવતા હતા.. ઉપરાંત વડોદરામાંથી તેમની સાથે કોઈ સંડોવાયેલું છે કે કેમ તેવી તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:04 am IST)