ગુજરાત
News of Thursday, 10th October 2019

અમદાવાદના બે ઈન્સ્ટીટયુટ વચ્ચે વિવાદ :સંસ્થાને બદનામ કરવા માટે મેનેજરની કારમાં દારૂ છુપાવી પોલીસમાં પકડાવ્યા

સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા ભાંડો ફૂટ્યો : હાઇકોર્ટે પોલીસની ટિક્કા કરીને કલમ ઉમેરવા આપ્યો આદેશ

 

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સ્કાઈ બ્લૂ ડિઝાઈનર ઈન્સ્ટીટયુટ અને બીઆરડીએસ ઈન્સ્ટીટયુટ વચ્ચે શૈક્ષણિક હરીફાઈનો વિવાદ સામે આવ્યો હતો. જેમાં બીઆરડીએસના સંચાલક ભવનસિંહ રાઠોડ અને તેમના માણસોએ સ્કાઈ બ્લુની સંસ્થાને બદનામ કરવા માટે મેનેજરની કારમાં દારૂ છુપાવીને પોલીસને બાતમી આપી હતી

  . સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા બીઆરડીએસના સંચાલકનો ભાંડો ફુટયો. કેસમાં પોલીસે દારૂનો કેસ નોંધ્યો પરંતુ અન્ય આરોપીઓ વિરૂધ્ધ ગુનાહિત કૃત્યને લઈને કોઈ કલમનો ઉમેરો નહિ કરતા તેમજ પોલીસની તપાસમાં ઢીલી ગતિથી કંટાળીને ફરિયાદીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેને લઈને હાઈકોર્ટે ઘટનાની ગંભીરતા લઈને પોલીસની ટીકા કરીને કલમને ઉમેરવાને લઈને પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

(12:22 am IST)