ગુજરાત
News of Wednesday, 9th October 2019

દારૂ મુદ્દે ફરી બોલ્યા ગેહલોત: કહ્યું રૂપાણી આ વાત સારી રીતે જાણે છે : પંજાબ પાસેથી શીખવું જોઈએ

રૂપાણીએ પાડોશી રાજ્યો સાથે મળીને એક્શન પ્લાન બનાવવો જોઈએ અને પંજાબ પાસેથી બોધપાઠ લેવો જોઈએ

 

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વિવાદ યથાવત છે દારૂબંધીને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વધુ એક નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં પાડોશી રાજ્યમાંથી દારૂ આવે છે અને તે દરેક ગુજરાતી સારી રીતે જાણે છે

  તેમણે કહ્યું કે CM રૂપાણીએ પાડોશી રાજ્યો સાથે મળીને એક્શન પ્લાન બનાવવો જોઈએ અને મામલે તેમણે પંજાબ પાસેથી બોધપાઠ લેવો જોઈએ. જે રીતે પંજાબે પાડોશી રાજ્યો સાથે મળીને એક્શન પ્લાન બનાવ્યો છે અને ડ્રગ્સની હેરાફેરી રોકી છે. રીતે ગુજરાતે પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે ચર્ચા કરવી જોઈએ. જો કે રૂપાણીજીએ મારી સાથે મુદ્દે કયારેય ચર્ચા નથી કરી.

(12:56 am IST)