ગુજરાત
News of Thursday, 10th October 2019

ડીસા પંથકમાં ભરબપોરે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી

બપોરે બે વાગ્યેના સુમારે અચાનક આકાશી વાદળો ઘેરાઈ ગયા

ડીસા પંથકમાં ચાલુ ચોમાસા દરમિયાન આસો માસ સુધી વરસાદ ચાલુ રહેતા ખેતીના પાકને નુકશાન થવા સાથે રોગચાળાની પણ ભીતિ સેવાઇ રહી છે ત્યારે ડીસામાં બપોરે બે વાગ્યેના સુમારે અચાનક આકાશી વાદળો ઘેરાઈ ગયા બાદ વરસાદ ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી હવામાન વિભાગ દ્વારા ઓક્ટોમ્બર માસ ચોમાસા વિદાયની સત્તાવાર જાહેરાત થઈ ગઈ હોવા છતાં હજુ ચોમાસાની વિદાય થઇ હોય તેવું લાગતું નથી આજે બુધવારે ડીસાના રેલવેસ્ટેશન,સાર્થક બગલો, ગ્રીન સીટી અને બાલાજી બગલૉ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી જવા પામી હતી.

(9:39 pm IST)