ગુજરાત
News of Wednesday, 9th October 2019

સુરતના કતારગામમાં કાપડનું કારખાનું ધરાવતા કારખાનેદાર પાસેથી બાકી રહેલ 2.25 લાખની ઉઘરાણી કરવા ગયેલ વેપારી પર જીવલેણ હુમલો: તોડફોડ કરી કારને ભારે નુકશાન

સુરત: શહેરના કતારગામ નવી જીઆઇડીસીમાં કાપડનું કારખાનું ધરાવતાં કારખાનેદારે પાસે બાકી રૃ.2.25 લાખની ઉઘરાણી કરવા ગયેલા ઝાંપાબજારના વેપારીને ગાળો આપીને તમાચા મારી કારમાં તોડફોડ કરી જાનથી મારવાની ધમકી અપાઇ હતી.ઉત્તર પ્રદેશના વતની અને સુરતમાં પાર્લે પોઇન્ટ ગેટવે હોટલ નજીક બ્રિજરતન એપાર્ટમેન્ટમાં રહેતા કુશલભાઇ કાંતિભાઈ તાયલ ઝાંપાબજાર સુપર યાર્ન માર્કેટમાં યાર્નનો વેપાર કરે છે. કોઝવે રોડ સ્થિત સુકન હાઇટ્સમાં રહેતા અને કતારગામ નવી જીઆઇડીસી ખાતા નં.એ/373 માં કાપડનું કારખાનું ધરાવતા ભદ્રેશભાઈ કલ્યાણભાઈ પટેલને તેમણે એક વર્ષ અગાઉ આપેલા રૃ.12 લાખની કિંમતના યાર્ન પૈકી રૃા.2.25 લાખનું પેમેન્ટ બાકી હતું.

(5:49 pm IST)