ગુજરાત
News of Wednesday, 9th October 2019

સુરતના કતારગામમાં કારખાનામાંથી મેનેજરે 5.58 લાખના હીરાની ચોરી કરી ફરાર: ગણતરીના કલાકોમાં 1.69 લાખના રફ હીરાની ચોરીથી અરેરાટી

સુરત: શહેરના કતારગામ નંદુડોશીની વાડી સ્થિત હીરાના કારખાનામાંથી મેનેજર રૃ.5.58 લાખના હીરા ચોરી ફરાર થયા બાદ ગણતરીના કલાકોમાં જ એક અજાણ્યો ચોર કારખાનામાં લગાવેલા ઓવનની બાજુમાંથી પ્રવેશી રૃ.1.69 લાખના રફ હીરા ચોરી ફરાર થઈ ગયો હતો.

 બોટાદના વતની અને સુરતમાં ડભોલી ગામ તળાવ પાસે સર્જન હાઇટ્સમાં રહેતા 37 વર્ષીય કલ્પેશભાઈ વલ્લભભાઈ ઈટાલીયાના કતારગામ નંદુડોશીની વાડી ત્રિમૂત કોમ્પલેક્ષમાં ભાગીદારીમાં ચાલતા હીરાના નાના કારખાનાનો મેનેજર રાજુભાઈ ઉર્ફે રાજેન્દ્રભાઈ ગણપતસિંગ વાઘેલા રૃા.5.58 લાખના હીરા લઇને જતો રહયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા કતારગામ પોલીસે સાથીકારીગર જોગાભાઇ ચૌધરીની ધરપકડ કરી હતી.

(5:43 pm IST)