ગુજરાત
News of Wednesday, 9th October 2019

સુરતના વેડરોડ પર શ્રમજીવીને 13 વર્ષીય પુત્ર પાસે બિસ્કિટ લેવાના બહાને નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી

સુરત:વેડરોડની ત્રિવેણી સોસાયટીમાં ગત સાંજે શ્રમજીવીના 13 વર્ષીય પુત્રને માખણીયા બિસ્કીટ લેવાના બહાને સોસાયટીમાં જ રહેતો શ્રમજીવી યુવાન મોટરસાયકલ ઉપર લઇ ગયો હતો અને બાદમાં તરૃણના ઘરની સામે આવેલા ઘરની અગાસી ઉપર ટોયલેટમાં લઈ જઈ બળજબરીથી મુખમૈથુન કરાવ્યું હતું.

            પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડરોડ સ્થિત ત્રિવેણી સોસાયટીમાં રહેતા શ્રમજીવીનો 13 વર્ષીય પુત્ર ગત સાંજે પોતાના ઘર નજીક રમતો હતો ત્યારે સોસાયટીમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન પરેશ સંજયભાઈ કોષ્ટી તેની પાસે આવ્યો હતો અને તેને માખણીયા બિસ્કીટ લેવા જવાના બહાને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી લઈ ગયો હતો. બિસ્કીટ લીધા બાદ તેઓ પરત ફર્યા ત્યારે તે તરૃણને તેના ઘરની સામે આવેલા ઘરની અગાસી ઉપર ટોયલેટમાં લઈ ગયો હતો અને ત્યાં તરૃણ સાથે સૃષ્ટિ વિરૃદ્ધના કૃત્યનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં બે ત્રણ તમાચા મારી બળજબરીથી મુખમૈથુન કરાવ્યું હતું.

(5:55 pm IST)