ગુજરાત
News of Wednesday, 9th October 2019

મોડાસાના સરપુરમાં નવરાત્રીના ગરબામાં અસામાજિક તત્વોનો આતંક: ઘાતક હુમલો કરી બે મહિલા સહીત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ: શહેરના સરપુરમાં નવરાત્રિના ગરબા ચાલી રહ્યા હતા તે સમયે કેટલાક શખ્સોએ આવીને મન પસંદ ગીત વગાડવાની જીદ કરી હતી જેથી આગોવનોએ ઇન્કાર કર્યો હતો. જેેને લઇને ઉશ્કેરાયેલા શખ્સોએ ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં બે મહિલા સહિત ચાર જણા  ગંભીર રીતે ઘાયલ  થયા હતા. એટલું જ નહી તોફાની ટોળાએ પથ્થરમારો કરીને વાહનોની પણ તોડફોડ કરી હતી. આ ઘટના અંગે ગોમતીપુર પોલીસે  ખૂનની કોશિષ અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 સરપુર વિસ્તારમાં યુકો બેન્ક સામે પઠાણની ચાલીમાં રહેતા કમળાબહેન.એચ મહાવતએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે પાંચ વાગે ફરિયાદીના ઘર સામે આવેલા અંબાજી માતાના મંદિર આગળ ગરબા ચાલી રહ્યા  હતા આ સમયે રાજુ પટણી,  પ્રકાશ પટણી અને લાલો આવ્યા હતા અને ચાલુ ગરબા બંધ કરાવીને તેમની મનપસંદ ગરબાના ગીત વગાડવાની વાત કરીને જીદ પકડી હતી. જેથી ચાલીના આગેવાનો ગીત વગાડવાનો ઇન્કાર કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા અને ગાળો બોલીને મારામારી કરવા  લાગ્યા હતા 

(5:33 pm IST)