News of Wednesday, 9th October 2019
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા બંધ
હેલિકોપ્ટરના અવાજથી સફારી પાર્કમાં રહેતા પશુ-પક્ષીઓ ડરતા હોવાથી નિર્ણય લેવાયો
નર્મદામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. હેલિકોપ્ટરના અવાજથી સફારી પાર્કમાં રહેતા પશુ-પક્ષીઓ ડરતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે હેલિકોપ્ટર સેવાનું સ્થળ બદલવા અંગે પર સરકાર વિચારણા કરી રહી છે.
(2:20 pm IST)