ગુજરાત
News of Wednesday, 9th October 2019

અમદાવાદમાં સગીર વયના વાહન ચાલકો વિરુધ્ધ ખાસ ડ્રાઈવ:પકડાશો તો 2000નો દંડ ભરવો પડશે

દલીલ કરનાર વાલી પાસેથી 25 હજાર દંડ વસૂલ કરવામાં આવશે

અમદાવાદ ટ્રાફિક પોલીસ આવા સગીર વયના વાહન ચાલકો વિરુધ્ધ ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ છે.જો કોઈ પણ સગીર વયનું બાળક વાહન ચલાવતા પકડાશે તો તેને 2000 રૂપિયાનો દંડ વસૂલમાં આવશે. દલીલ કરનાર વાલી પાસેથી 25 હજાર દંડ વસૂલ કરવામાં આવશે.

  કોઇ બાળક કે તેના માતા-પિતા ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરશે તો બાળકના માતા-પિતા વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 199 મુજબ ગુનો નોંધાશે. જેમાં પોલીસ વાહન ડિટેઈન કરી લેશે અને માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ ભરવો પડશે. ખાસ કરીને, સ્કૂલ શરૂ થવાના તેમજ છૂટવાના સમયે પોલીસ સ્કૂલની બહાર ગોઠવાશે. નાના -મોટા ચાર રસ્તા પણ પોલીસ તહેનાત કરાશે.

(1:51 pm IST)