ગુજરાત
News of Wednesday, 9th October 2019

અમદાવાદ એલજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં શંકાસ્પદ રીતે મોટાપાયે તોડફોડ: વિડિઓ વાયરલ

ઘટના અંગે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ

અમદાવાદના એલજી હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે.આ  વીડિયોમાં ઓપીડી વિભાગમાં વ્યાપક પ્રમાણમાં તોડફોડ થઈ હોવાનું જણાય રહ્યું છે. આ કયા સંજોગોમાં આ ઘટના બની તે અંગે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

  મળતી માહિતી મુજબ આ ઘટના ગત રવિવારે બની હોય શકે છે. ત્યારે હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ તોડફોડ વાંદરા કે કોઈ અન્ય પ્રાણીએ કરી હોય તેવું જણાવવામાં આવ્યું છે. જો કે સવાલ એ થાય કે હોસ્પિટલના ઓપીડી વિભાગ સુધી કોઈ પ્રાણી પહોંચ્યું કઈ રીતે.

 

(1:45 pm IST)