ગુજરાત
News of Wednesday, 9th October 2019

સુરતમાં વધુ એક જન્મદિવસની ઉજાવણીમાં જાહેરમાં ફાયરિંગ : તલવારથી કેક પણ કાપી

જાહેરમાં બર્થડે ઉજવણીના પ્રતિબંધને ઘોળીને પી ગયા : વિડિઓ વાયરલ થતા ચકચાર

 

સુરત: પોલીસ કમિશનર દ્વારા જાહેરમા બર્થ-ડે ઉજવણી કરવા પર પ્રતિબંધ મુકાયો છે છતા કેટલાક લોકો પરિપત્રને ઢોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના અડાજણ વિસ્તારમાં પ્રધાન નામના યુવાનની બર્થ ડે ઉજવણી કરવામા આવી રહી છે.

  ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપવામા આવી હતી તેમજ અન્ય એક યુવાન દ્વારા જાહેરમા ત્રણ રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હતુ.

   સુરતના અડાજણ યુવાનો દ્વારા જન્મ દિવસની ઉજવણી કરતો વિડિયો વાયરલ થયો છે. જેમા પ્રધાન નામના યુવાનની બર્થ ડે ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપવામા આવી હતી તેમજ અન્ય એક યુવાન દ્વારા જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતુ.

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમરોલી પોલીસ મથકનો પીએસઆઇએ પણ જાહેરમાં તલવાર વડે કેક કાપી હતી. ઘટનાની જાણ થતા પોલીસે વીડિયોના મારફતે તપાસ શરૂ કરી છે. અને પોલીસ કમીશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંના ઉલ્લંઘન કરનાર લોકો સામે કડક વલણ અપનાવી રહી છે. જાહેરમાં ફાયરિંગ કરનાર યુવકની ધરપકડ કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:08 am IST)