ગુજરાત
News of Wednesday, 10th October 2018

ઉત્તરગુજરાતના ઢુંઢરમાં 5 વર્ષીય બાળાને લાલચ આપીને નરાધમે પોતાની હવસ સંતોષતા ચકચાર

ઉત્તર ગુજરાત:ના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર ગુજારેલા પાશવી દુષ્કર્મની ઘટના હજુ વિસરાઇ નથી ત્યાં ગોધરામાં બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેના અંગે જાણી તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે. અહીં એક 19 વર્ષના નરાધમે પાંચ વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે કાલોલના વેજલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ છે. ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીને ઝડપી વધુ પૂછપરચ્છ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે વેજલપુર નજીક આવેલા એક ગામમાં ભાવિન ઉર્ફે સાભલો પરમાર નામના યુવકે ગામની જ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવક બાળકીને સીતાફળની લાલચ આપી ફોસલાવીને કેનાલ પાસે લઈ ગયો હતો. અહીં દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને એવી જ હાલતમાં છોડીને ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

 

(5:12 pm IST)