ગુજરાત
News of Wednesday, 10th October 2018

વલસાડના બલિઠામાં મકાનમાંથી પોલીસે 698 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો

વલસાડ: જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગુ્રપે બલીઠા ગામે રોડ નજીક એક રૂમાંથી ૬૯૬ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો છે. આરોપી ગાંજાની નાની-નાની પડીકી બનાવી ગ્રાહકોને વેચાણ કરતો હતો.  વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના ઈન્ચાર્જ પીઆઈ ડી.ટી.ગામીત અને ટીમને મળેલી બાતમીના આધારે વાપી નજીકના બલીઠા ગામે આવેલી ક્રિએટીવ કંપની નજીક એક રૂમમાં છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસે હાથ ધરેલી ચકાસણીમાં ગાંજો મળી આવતા ૬૯૮ ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી પ્રમોદકુમાર અયોધ્યા મંડલ (ઉ.વ.૩૬)ની ધરપકડ કરી વાપી ટાઉન પોલીસને હવાલે કરતા પોલીસે નાર્કોટીકસ એકટ સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી નાની-નાની પડીકી બનાવી વેચાણ કરતો હતો. પરંતુ ગાંજાનો જથ્થો કોના પાસેથી મેળવતો હતો ? તે અંગે હજુ કોઈ વિગત બહાર આવી નથી.

(5:06 pm IST)