News of Wednesday, 10th October 2018
સુરત માથેથી મોટી ઘાત ટળી :ગોડાદરા વિસ્તારમાંથી બૉમ્બ બનાવવાની સામગ્રિસ સાથે સોનુસિંહ ઝડપાયો
મૂળ એમપીના સોનુસિંહ પાસેથી 9 અમોનિયમ નાઇટ્રેડની સ્ટીક અને 9 ડિટોનેટર મળ્યા
સુરત :નવરાત્રી પૂર્વે સુરત શહેર માથેથી મોટી ધાત ટળી છે. ક્રાઇમ બ્રાન્ચે બૉમ્બ બનાવવાની સામગ્રી સાથે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી સોનુસિંહ નામના શખ્શની ધરપકડ કરી હતી.સોનુસિંહ પાસેથી 9 અમોનિયમ નાઇટ્રેડની સ્ટીક ઉપરાંત 9 ડિટોનેટર મળી આવ્યા હતા.
સોનુસિંહની ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. સોનુસિંહ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. નવરાત્રી પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આરોપીઓના મનસૂબા નાકામ કર્યા હતા.
(11:23 pm IST)