ગુજરાત
News of Tuesday, 10th September 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત : રાજ્યમાં વાહન વ્યવહારના નવા નિયમોની અમલવારી ૧૬ સપ્ટેમ્બર થી થશે : ભારત સરકારે સૂચવેલા દંડની રકમમાં ગૂજરાત સરકારે આપી આંશિક રાહત : રાજ્યમાં નિયમોનો સખ્તાઈથી અમલ કરવામાં આવશે : જાણો કયા ગુના માટે તમારે કેટલો દંડ ભરવો પડશો

ગાંધીનગર : રાજ્યમાં આ નિયમો નો સખ્તાઈ થી અમલ કરવામાં આવશે તેની વિગત આપતા વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે વાહન ચાલક લાયસન્સ સહિત ના જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મ માં એટલે કે મોબાઈલ ફોન માં સેવ કરેલા હશે તે સંબંધિત અધિકારી માગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે એવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. 

તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિયમો નો અમલ લોકો ને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ સેફ્ટી માટે છે. મુખ્મંત્રીશ્રી એ ભારત સરકારે સૂચવેલા દંડ ની રકમ માં ગૂજરાત સરકારે રાહત આપતા દન્ડ ની રકમ નક્કી કરી છે એમ પણ જણાવ્યું હતું.

સીએમ વિજય રૂપાણીના જણાવ્યા પ્રમાણે ટુ-વ્હીલર તેમજ ખેતીમાં ઉપયોગમાં લેવાતા વાહનો દંડની રકમમાં માનવીય અભિગમ અપનાવીને થોડા સુધારા કરવામાં આવ્યા છે. જાણો કયા ગુના માટે તમારે કેટલો દંડ ભરવો પડશો.

લાઇસન્સ, વીમો, PUC, RC બુક સાથે ન હોવી : પ્રથમ વખત રૂ. 500, બીજી વખત 1000

અડચણરૂપ પાર્કિંગ : પ્રથમ વખત રૂ. 500, બીજી વખત 1000

કાર પર ડાર્ક ફિલ્મ : પ્રથમ વખત રૂ. 500, બીજી વખત રૂ. 1000

ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી : પ્રથમ વખત રૂ. 500, બીજી વખત રૂ. 1000

હેલમેટ ન પહેરવું : રૂ. 500

ત્રણ સવારી : રૂ. 100

ભયજનક રીતે વાહન ચલાવવું : રૂ. 1500, થ્રી વ્હીલર, રૂ. 3000, મોટા વાહનો રૂ. 5000

ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું : રૂ. 2000 (ટુ-વ્હીલર માટે, રૂ. 3 હજાર ટુ-વ્હીલરથી ઉપરના વાહનો)

ઓવર સ્પિડ : ટુ અને થ્રી વ્હીલર માટે રૂ. 1500, ટ્રેક્ટર માટે રૂ. 1500, એલએમવી રૂ. 2000, અન્ય વાહન રૂ. 4000.

ઇલેક્ટ્રિક ફોર્મમાં દસ્તાવેજ રજૂ કરવામાં આવશે તો માન્ય ગણાશે. આ ઉપરાંત દસ્તાવેજ ન હોય તો 15 દિવસમાં દસ્તાવેજ રજૂ કરી શકાશે.

હેલ્મેટ : હેલ્મેટ ન પહેરવા બદલ રૂ. 500 દંડ ભરવો પડશે. (પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ ન પહેર્યું હોય તો એક જ ગુનો ગણાશે.)

સીટ બેલ્ટ ન બાંધવો : રૂ. 500 દંડ લાગશે. (માત્ર ફ્રન્ટ સીટ અને ડ્રાઇવર સીટ પૂરતું.)

ફિટનેશ વગર વાહન ચલાવવું : ટૂ-વ્હિલર્સ માટે રૂ. 500, ફોર વ્હીલર્સ માટે રૂ. 5000

(5:20 pm IST)