ગુજરાત
News of Tuesday, 10th September 2019

જી.પી.એસ.સી.ની પરીક્ષામાં મર્યાદિત ઉમેદવારો હોય તો 'CBRT' પધ્ધતિ

પેન દ્વારા નિશાની કરવાના બદલે માઉસથી કલીક કરવાનું

ગાંધીનગર, તા. ૧૦ : ગુજરાત જાહેર સેવા આયોગ (#GPSC ) દ્વારા જે પ્રાથમિક કસોટીઓમાં ઉમેદવારોની સંખ્યા મર્યાદિત પ્રમાણમાં હોય તેવી જાહેરાતોની પ્રાથમિક કસોટીઓમાં ૦૧/૦૯/૨૦૧૯ થી કોમ્પ્યુટર બેસ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ” ( CBRT ) પદ્ઘતિ દાખલ કરવામાં આવી છે. આ પદ્ઘતિ Online Mode Of Exam તરીકે પણ ઓળખાય છે.ઉમેદવારોની સંખ્યા મોટા પ્રમાણમાં હશે ત્યાં પ્રવર્તમાન પ્રણાલી મુજબ OMR પધ્ધતિ ચાલુ રહેશે.

પ્રવર્તમાન પધ્ધતિ મુજબ OMR Sheet માં સાચા જવાબ નિયત વર્તુળમાં પેન દ્વારા હસ્તલિખિત સ્વરૂપે માર્ક (Encode)કરવાના રહે છે, જયારે CBRT (Computer Based Recruitment Test)માં જવાબ કમ્પ્યુટર સ્ક્રીન પર માઉસ દ્વારા કિલક કરી માર્ક (Encode)કરવાના રહેશે. CBRT અન્વયે પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના ૦૫ મિનિટ પહેલા જ પેપર અપલોડ કરવામાં આવે છે તથા પ્રશ્નપત્ર અને OMR શીટનું છાપકામ, પેકીંગ તથા ટ્રાન્સપોર્ટેશન જેવી પ્રવૃત્ત્િ।ઓ માટે વધારાની માનવીય કામગીરીની જરૂરીયાત રહેતી નથી

CBRT પરીક્ષાની પ્રેકટીસ માટે પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા MOCK TEST માટેની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

CBRT પદ્ઘતિમાં ઉમેદવાર કોઈપણ પ્રશ્નનો આપેલ જવાબ કોઈપણ સમયે,ગમે તેટલીવાર બદલી શકે છે. આ ઉપરાંત કોઈપણ પ્રશ્નને રીવ્યુ માટે માર્કીંગ કરી શકે છે. CBRT‚ અલગ અલગ ફીલ્ટર ઓપ્શન દ્વારા રીવ્યુ માટે માર્ક કરેલ પ્રશ્નો અથવા જવાબ નહીં આપેલા પ્રશ્નો ફીલ્ટર શકે છે. પરીક્ષા દરમ્યાન કોઈપણ સમયે સમરી મેળવી શકાય છે.

પ્રશ્નપત્ર / OMR Sheets ની જેમ કાગળનો વપરાશ થતો ન હોય CBRT પરીક્ષા પદ્ઘતિ Eco-Friendly ગણી શકાય.

વધુ પારદર્શિતા માટે, CBRT પધ્ધતિમાં પરીક્ષા દરમ્યાન ઉમેદવારને ફાળવવામાં આવેલ કમ્પ્યુટર પર ઉમેદવાર દ્વારા જે કોઈ પ્રવૃત્ત્િ। કરેલ હશે તેનોઓડીટ લોગ બનશે સાથે સાથે કમ્પ્યુટર સ્ક્રીન અને ઉમેદવારનું વિડીયો રેકોર્ડીંગ પણ થાય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારને મળેલ પ્રશ્નોના ક્રમ અનુસાર, ઉમેદવારે આપેલ ફાઈનલ જવાબ તથા જવાબ આપ્યાના સમયની વિગત સાથેની PDF ફાઈલ આયોગની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે જે ઉમેદવારે ડાઉનલોડ કરવાની રહેશે.

CBRT પરીક્ષા પદ્ઘતિ ૦૧/૦૯/૨૦૧૯ના રોજ આયોગ ખાતે યોજાયેલ ૦૪ જાહેરાતો (જા.ક્ર. ૦૫/૨૦૧૮-૧૯, જા.ક્ર. ૦૯/૨૦૧૮-૧૯, જા.ક્ર. ૬૮/૨૦૧૮-૧૯ અને જા.ક્ર. ૧૧૯/૨૦૧૮-૧૯) તથા ઙ્ગતા. ૮/૦૯/૨૦૧૯ ના રોજ યોજાયેલ જા.ક્ર.૯૫/૨૦૧૮-૧૯ની પ્રાથમિક કસોટીમાં સફળતાપૂર્વક લાગુ પાડવામાં આવી છે.જયારે ૧૫/૦૯/૨૦૧૯ ના રોજ ની બે પ્રાથમિક કસોટીઓ ( જા.ક્ર.૯૬/૨૦૧૮-૧૯ તથા ૯૮/૨૦૧૮-૧૯ ) પણ આજ પદ્ઘતિથી લેવાશે.  ભવિષ્યમાં ઉમેદવારોની સંખ્યા વધુ હશે તેવી જાહેરાતોમાં પણ કમ્પ્યુટર અને અન્ય ટેકનીકલ સાધનોની ઉપલબ્ધિને ધ્યાને લઇ CBRT પદ્ઘતિથી પ્રાથમિક કસોટી યોજવામાં આવશે.

(1:02 pm IST)